Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ટેકની દુનિયામાં ઝુકરબર્ગ અને મસ્ક વચ્ચે ટક્કર મેટા આજે ટ્‌વીટર જેવી થ્રેડ્‌સ એપ લોન્ચ કરશે
    India

    ટેકની દુનિયામાં ઝુકરબર્ગ અને મસ્ક વચ્ચે ટક્કર મેટા આજે ટ્‌વીટર જેવી થ્રેડ્‌સ એપ લોન્ચ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટિ્‌વટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર આવ્યા હતા, એમએમએના કારણે આ બંનેની ઘણી ચર્ચા થઈ હતી અને બંને સમાચારોમાં ચમક્યા હતા, બંનેની કેજ ફાઇટની રાહ જાેવાઇ રહી છે એવામાં હવે ફરી એકવાર બંનેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ટેકની દુનિયામાં બંને વચ્ચે ટક્કર થવાની છે.
    ૪ જુલાઇના રોજ સમાચાર આવ્યા હતા કે ટેક જગતના આ બે મોટા દિગ્ગજાે ફરી એકવાર તેમની એપના માધ્યમથી સ્પર્ધા કરવા જઇ રહ્યા છે.

    જાેકે, આ વખતે તેમની એપ્સ વિશ્વસનીયતા પર આધારિત હશે. એવા સમાચાર આવ્યા છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા, ટ્‌વીટરજેવી જ એક એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેની સત્તાવાર જાહેરાત પણ તાજેતરમાં કરવામાં આવી છે. આ એપનું નામ ‘થ્રેડ્‌સ’ છે, જે ગુરુવારે એટલે કે ૬ જુલાઈએ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.
    ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી દ્વારા તાજેતરની જાહેરાત પછી આની પુષ્ટિ કરવામાં આવી હતી. ઝુકરબર્ગે તેને લગતી તમામ અટકળો વચ્ચે તેમણે ‘થ્રેડ્‌સ’ના લોન્ચિંગ પર મહોર મારી દીધી છે. તેમણે કહ્યું હતું કે મેટા ૬ જુલાઈના રોજ ટેક્સ્ટ એપ ‘થ્રેડ’ લોન્ચ કરવા જઈ રહી છે. આના પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ દરેક જણ તેના માટે ઉત્સુક છે.

    નોંધનીય છે કે, ‘થ્રેડ્‌સ’ એપને એપલ એપ સ્ટોર પર લિસ્ટ કરવામાં આવી છે. જે ૬ જુલાઈએ એપ પર આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુઝર્સ ‘થ્રેડ્‌સ’ એપ પર તેમના ઇન્સ્ટા એકાઉન્ટથી લોગિન કરી શકશે. આ સાથે, તમે તમારા મનપસંદ એકાઉન્ટને પણ ફોલો કરી શકશો. આ એક ટેક્સ્ટ આધારિત એપ્લિકેશન છે, તેથી વપરાશકર્તાઓ ટેક્સ્ટના સ્વરૂપમાં તેના પર તેમના વિચારો વ્યક્ત કરી શકશે. હાલમાં, તેના અન્ય ઘણા ફીચર્સ વિશે માહિતી આવી નથી, તેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેની શૈલી ટિ્‌વટર જેવી જ હશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.