તારક મહેતા કા ઉલટા ચશ્મા એક એવો ફેમિલી શૉ છે જે લાંબા સમયથી ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે અને આજે પણ તેની લોકપ્રિયતા જળવાયેલી છે. ૧૩ વર્ષથી ચાલતા આ શૉને આજે પણ લોકો જાેવાનું પસંદ કરે છે. ટીઆરપીની લિસ્ટમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા શૉ હોય જ છે. આ કોમેડી સીરિયલના અમુક પાત્રો શરુઆતથી જ તેનો ભાગ છે, અને લોકોએ તેમના પર પણ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. જેઠાલાલ, ભિડે, બાપુજી, ટપ્પુ, વગેરે પાત્રો સાથે લોકો જાેડાયેલા છે. જ્યારે જેઠાલાલની પત્ની દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણીએ શૉ છોડ્યો તો દર્શકો ચોંકી ગયા હતા. લોકો આજે પણ શૉના મેકર્સને દયાબેનના પાછા આવવા બાબતે પ્રશ્નો કરી રહ્યા છે. દયાબેનની જેમ જેઠાલાલનું પાત્ર પણ ઘણું લોકપ્રિય છે. મોટાભાગના લોકો માટે શૉમાં ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ જ છે. વાતચીતમાં દિલીપ જાેશીએ શૉ છોડવા બાબતે ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે, મારો શૉ એક કોમેડી શૉ છે અને તેનો ભાગ બનવું પણ મજાનો અનુભવ છે. માટે જ્યાં સુધી હું આ અનુભવને એન્જાેય કરીશ ત્યાં સુધી કામ કરીશ. જે દિવસે મને લાગશે કે મને મજા નથી આવતી, હું છોડીને આગળ વધી જઈશ. દિલીપ જાેશીએ કહ્યું કે, મને અન્ય શૉ માટે નવી ઓફર મળતી રહે છે, પરંતુ હું આ શૉ માટે સમર્પિત છું. મને લાગે છે કે જાે આ શૉ સારો ચાલી રહ્યો છો તે કોઈ બીજી વસ્તુ માટે બિનજરુરી આ ર્નિણય લેવાની જરુર નથી. આ એક સુંદર અનુભવ છે અને હું તેનાથી ખુશ છું.
લોકો અમને ખૂબ પ્રેમ કરે છે, હું કોઈ કારણ વગર આ પ્રેમને વ્યર્થ નહીં કરું. ઉલ્લેખનીય છે કે દિલીપ જાેશી માત્ર ટીવી જ નહીં ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે મેંને પ્યાર કિયા, હમરાઝ જેવી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. જાે કે અત્યારે પણ તે ફિલ્મો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મને એક્ટિંગ બાબતે ઘણું કામ કરવું છે. જીવન હજી આખું બાકી છે. આજની ફિલ્મોના વિષણ ઘણાં સારા હોય છે. માટે જાે કોઈ દિવસ મને ઓફર મળશે તો હું ક્યારેય સારી ફિલ્મ નહીં છોડું. અત્યારે મારા જીવનમાં જે પણ થઈ રહ્યું છે, હું તેને એન્જાેય કરી રહ્યો છું. જેઠાલાલના અંગત જીવનની વાત કરીએ તો, તેમની દીકરી નિયતિ જાેશીએ તાજેતરમાં જ ફિલ્મ રાઈટર અશોક મિશ્રાના દીકરા યશોવર્ધન મિશ્રા સાથે લગ્ન કર્યા છે. દીકરીના લગ્ન સમયે દિલીપ જાેશી ભાવુક થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર દીકરીની તસવીરો શેર કરીને ભાવુક પોસ્ટ પણ લખી હતી.