સદાબહાર અભિનેતા અનિલ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ જુગ-જુગ જિયો ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ અને કિયારા અડવાણી અને નીતુ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. અનિલ કપૂરનો 64 મો જન્મદિવસ ફિલ્મના સેટ પર ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ પણ હાજર હતા. અભિનેતા વરૂણ ધવને પણ આ ઉજવણીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર શેર કરતા વરૂણ ધવને લખ્યું છે – ‘હેપ્પી બર્થ ડે અનિલ કપૂર. તમે જગ જુગ જિઓ ફેમિલીના સૌથી યુવાન સભ્ય છો.
આ તસવીર સોશિયલ મીડિયા પર સારી પસંદ આવી રહી છે. આ સાથે જ ચાહકો પણ આ તસવીર દ્વારા અનિલના 64 માં જન્મદિવસ પર અભિનંદન પાઠવી રહ્યા છે.
અનિલ કપૂરની આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. વિશેષ વાત એ છે કે લાંબા સમય સુધી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા છતાં, અનિલ કપૂર અને નીતુ કપૂરની જોડી પહેલીવાર રૂપેરી પડદે બધાની સામે હશે. ચંદીગઢ માં આજકાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ જુગ-જુગ જીયો નું નિર્દેશન રાજ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે.