જાપાનના આઓમોરી પ્રીફેકચરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
સ્થાનિક સમય મુજબ સવારે 2.23 વાગ્યે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર 40.7 ડિગ્રી ઉત્તર અને 142.7 ડિગ્રી પૂર્વ માં હતું. તેમજ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટરની હતી.
જોકે, ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી.