કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને એક વાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર નોદી પર નિશાન સાધ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની બેઠકને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે, જે લોકો પીએમ મોદીના ખોટા ર્નિણય આગળ ઝૂકી જાય છે એ જ લોકો હિન્દુત્વનું પાલન કરી રહ્યા છે. આગળ જણાવ્યું કે, જેઓ પડકારોનો સામનો કરે છે તે હિન્દુ છે અને જે લોકો ડરના માર્યા મુશ્કેલીઓથી ભાગે છે તેઓ હિન્દુત્વનું પાલન કરે છે.
૩ દિવસની કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરના સમાપન સત્રને સંબોધિત કરતા રાહુલે આગળ જણાવ્યું કે, જે લોકો હિન્દુત્વની વિચારધારામાં વિશ્વાસ રાખે છે તેઓ કોઈની સામે ઝૂકે છે, તે અંગ્રેજાેની સામે ઝૂકતા હતા, તે પૈસાની સામે ઝૂકે છે કારણ કે, તેમના દિલમાં કોઈ સચ્ચાઈ નથી.
રાહુલે આગળ જણાવ્યું કે, જાે ચીને ભારતીય વિસ્તાર પર કબજાે કરી લીધો હોત અને કોંગ્રેસના વડાપ્રધાન હોત તો રાજીનામું આપી દેત જ્યારે આરએસએસના લોકો મોદી શાસન હેઠળ ચીન દ્વારા ભારતની સીમાઓના ઉલ્લંઘનને છુપાવવામાં લાગ્યા છે. રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, તે સામૂહિક નફરત ફેલાવી રહ્યું છે જેનો સામનો આપણે પ્રેમથી કરવાનો છે. આરએસએસ અને બીજેપીના પ્રચારનો સામનો કરવાના હેતુથી કોંગ્રેસી કાર્યકરોની આ તાલીમ શિબિર જયપુરમાં આયોજિત કરવામાં આવી હતી.