જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બિલાવર સેક્ટરમાં શુક્રવારે સાંજે આર્મીની બેરેક તૂટી પડી હતી. આ અકસ્માતમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે એક સૈનિકની હાલત નાજુક છે.
કઠુઆ જિલ્લાના મેકેડી ખાતે સાંજે સાડા છ વાગ્યે, સેનાના જવાનો બેરેકમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. કાટમાળમાં ત્રણ સૈનિકો ડાબી ગયા હતા, જેમને મુશ્કેલી થી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા ત્રણ સૈનિકોને તાત્કાલિક સબ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બંને સૈનિકોને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા ની હાલત હજુ પણ ગંભીર છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકને સૈન્ય હોસ્પિટલ પઠાણકોટ રિફર કરાયો છે. સેનાના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ દવીન્દર આનંદે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.