લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમણે કહ્યું કે, તમારે ઈડી અને સીબીઆઈની ચિંતા કરવાની જરૂર નથી. સત્ય સામે સખત લડત આપો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર ટકી શકશે નહીં. પછી મોદીજી અને તેમના સહયોગીઓની તપાસ કરાવી લેજાે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારની આ એજન્સીઓનો તમે હમણા બહાદુરીથી સામનો કરો. ૬ મહિના બાદ તેમની હાર નક્કી છે. ત્યારબાદ સત્તામાં બેઠેલા બીજેપી વાળાની જ તપાસ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કોની તપાસ થશે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી અને તેમના સહયોગીઓની.
બીજી તરફ ૨૨ જૂને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સત્યપાલ મલિકે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે પોલીસ સ્ટેશનમાંથી ઘણી વખત તેમના પરિવારને છોડાવ્યો હતો. જાે સંજીવ બાલિયાનમાં હિંમત હોય તો તેમણે પાર્ટી છોડીને સર્વાઈવ કરી બતાવે. તાજેતરમાં જ સંજીવ બાલ્યાને મલિક વિશે કહ્યું હતું કે તેણે એવી કોઈ પાર્ટી છોડી નથી જેમાં તેઓ ન ગયા હોય. તેમણે પોતાના રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન પુલવામા અંગે અવાજ ઉઠાવવો જાેઈતો હતો.
બે દિવસ પહેલા હરિયાણાના સાંપલામાં છોટુરામ મ્યુઝિયમમાં આયોજિત કિસાન કામેરા મહાપંચાયતમાં તેમણે કહ્યું હતું કે, ભાજપને હરાવનારાઓને મત આપો. તે માટે હું પણ પ્રયાસ કરી રહ્યો છું. એટલું જ નહીં પૂર્વ રાજ્યપાલે ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીને પણ ૨૦૨૪માં ચૂંટણી લડવા માટેની રણનીતિ તૈયાર કરવા માટે આહ્વાન કર્યું છે.