ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર પોલીસે જન્મદિવસના જશ્ન દરમિયાન બંદૂકથી ફાયરિંગ કરવાનો કેસ દાખલ કર્યો છે. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ પગલું ભર્યું. પોલીસે જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છ અને મામલામાં સામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કથિત રીતે જન્મદિવસની પાર્ટી દરમિયાન યુવતી દ્વારા ફાયરિંગ કરવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી ડાન્સ કરતી જાેવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં તેજ મ્યુઝિક વાગી રહ્યું છે. ડાન્સ કરતા કરતા યુવતીએ બંદૂક ઉપર ઉઠાવી અને ફાયરિંગ કર્યું. એટલું જ નહીં ફાયરિંગ કર્યા બાદ ડાન્સ પણ કરતી જાેવા મળી. વીડિયોમાં જાેવા મળી રહેલી મહિલાની સાથે એક પુરુષ પણ સામેલ છે.
જાે કે તે સંપૂર્ણ રીતે દેખાતો નથી. આ ઘટનાનો વીડિયો શેર કરતા @MKandhalvi નામના ટિ્વટર યૂઝરે લખ્યું કે નગર કોટવાલી ક્ષેત્રના રામલીલા ટિલ્લા નિવાસી યુવક આકાશ ડાહરિયા અને તની બહેનનો ફાયરિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટિ્વટર યૂઝરે આ વીડિયોમાં મુઝફ્ફરનગર પોલીસ, યુપી પોલીસ અને યુપી ડીજીપીને પણ ટેગ કર્યા. વ્યક્તિની ફરિયાદ પર મુઝફ્ફરનગર પોલીસે ટિ્વટર પર જ જવાબ આપ્યો અને જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં લગ્ન અને બર્થડે પાર્ટીના જશ્નમાં ફાયરિંગની ઘટનાઓ ઘટતી રહે છે અને આ કારણે અનેક લોકોના મોત પણ થાય છે. હાલમાં જ ગાઝિયાબાદમાં એક બર્થડે પાર્ટીમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ૩૨ બોરની રિવોલ્વર જપ્ત કરી હતી.