ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા ૧૭૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૬ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૨૯૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૬૭ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૪૧,૦૩૧ દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.
બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૯૪૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૦ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૯૩૮ સ્ટેબલ છે. ૮,૧૮,૨૯૮ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
૧૦૧૧૩ નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
જાે કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. કુલ ૧૭૭ નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૫૨, રાજકોટ કોર્પોરેશનમાં ૨૦, વડોદરા કોર્પોરેશન ૧૫, રાજકોટ ૧૨, વલસાડ ૮, સુરત ૫, અમરેલી, ગીર સોમનાથ, ખેડા, કચ્છમાં ૪-૪, બનાસકાંઠા-જામનગરમાં ૩-૩, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશનમાં ૨-૨, અમદાવાદ, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન જામનગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને વડોદરામાં ૧-૧ કેસ સામે આવ્યો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૩ને પ્રથમ ૯૨ ને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૪૭૨ને પ્રથમ અને ૮૩૫૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૫૫૯૭ને પ્રથમ અને ૨૫૫૧૨ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪૧,૦૩૧ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૮૧,૯૬,૨૩૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.