ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજાે સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના દુરુપયોગ થકી લખો ખંખેરી લેવાયા હોવાનું સામે આવ્યું છે.
આ મામલાને લઈ હજુ સુધી જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જાેકે કલેકટર કચેરીના સૂત્રોએ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું જણાવ્યું હતું.
તુષાર સુમેર ૈંછજી અધિકારી છે જે પોતાની કુશળ કાર્યપધ્ધતિ કારણે ખુબ જાણીતા અને લોકપ્રિય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના ફેફ એકાઉન્ટ દ્વારા અનેક લોકોને ફ્રેડ રિકવેસ્ટ પહોંચી હતી. સનદી અધિકારી સામેથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રહ્યા હોવાનું માની ઘણા લોકોએ ગર્વ સાથે રિકવેસ્ટ સ્વીકારી ભેજાબાજાેનું ઠગાઈ માટેનું પહેલું સરળ આસાન કરી દીધું હતું.ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ આખા મામલાની જાણ ભરૂચ પોલીસને કરવામાં આવી છે. પોલીસે પણ તપાસ શરુ કરી દીધી છે. ભરૂચ પોલીસના સાઇબર સેલ ૈંઁ ટ્રેસિંગના આધારે ભેજાબાજાે સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જિલ્લા કલેકટરના નામે બનેલા ફેક એકાઉન્ટથી મિત્રને મદદના નામે ચૂનો ચોપડવાના પ્રયાસ કરાયા હતા.
હજુ સુધી આ છેતપિંડીના ખેલમાં કેટલા લોકો અને કેટલા રૂપિયામાં છેતરાયા છે તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ભેજાબાજાેએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કરનારને મેસેજ મોકલી ઝ્રઇઁહ્લ ના ઓફિસર સંતોષ કુમારની બદલી બાદ ઘરવખરી સસ્તી કિંમતે વેચવાની હોવાનો મેસેજ મોકલ્યો હતો. સામે સંપર્ક કરનારાઓને લોભામણી લાલચો આપી રાત પાણીએ નવડાવ્યા હતા. સામાનના ખોટા ફોટો મોકલી સસ્તી કિંમતે વેચવાની તૈયારી બતાવાઈ હતી. કેલક્ટરનું એકાઉન્ટ હોવાથી લોકોએ વાત સાચી માની પૈસા ટ્રાન્સફર કાર્ય અને ઠગાયા હતા.
