અમદાવાદનાં બોપલનાં પોશ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર ટોળકીનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ચોરોને પકડવા માટે પોલીસ તેમજ રહીશો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તો પણ ચોર ટોળકી પોલીસ પકડથી દૂર છે. ચોર ટોળકી દ્વારા એક જ માસમાં સાત થી વધુ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. તેમજ ચોર ટોળકી ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ પણ થઈ છે. ત્યારે પોલીસ ચોર ટોળકીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પરંતું હજુ સુધી ચોર ટોળકી પોલીસને હાથ લાગી નથી.
અમદાવાદનાં પશ્ચિમ વિસ્તાર એવા બોપલ ધીમે ધીમે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ત્યાં રહેતા રહીશોની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થયા છે. બોપલનાં પોશ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકીએ આતંક મચાવ્યો છે. ત્યારે ચોરીની ઘટનાંઓ વધતા રહીશોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચોરોએ બોપલ વિસ્તારમાં આવેલ પરમધામ સોસાયટીમાં એક જ માસમાં ૭ થી વધુ મકાનમાં ચોરીને અંજામ આપ્યો છે. ચોરો ચોરી કરતી વખતે ઘરવખરીનો સામાન અને કિંમતી ચીજ વસ્તુની જ ચોરી કરે છે.
પરમધામ સોસાયટીમાં ચોર ટોળકી દ્વારા એક જ મકાનમાં ચાર વખત ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે ચોર ટોળકી ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ પણ થવા પામી છે. ચોર ટોળકી દ્વારા સિનિયર સીટીઝનને લોક કરીને ચોરીને અંજામ આપ્યો છે.ત્યારે આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ચોર ટોળકીની દહેશનથી ખુદ રહીશોએ ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.
સામાન ચોરી અને નાસ્તો કરીને ચોર ટોળકી ફરાર થઈ જાય છે. ત્યારે આ બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ચોરીને ફરિયાદ નોંધાઈ છે. પરંતું પોલીસ દ્વારા પણ કંઈ કામગીરી કરવામાં ન આવતા સોસાયટી દ્વારા દરેક લાઈનમાં
સિક્યુરીટી ગાર્ડ મુકવા માટેની કાર્યવાહિ હાથ ધરી છે. તેમજ દરેક મકાનમાં ષ્ઠષ્ઠંદૃ રાખવાની પણ કાર્યવાહિ સોસાયટીનાં રહીશો દ્વારા શરૂ કરાઈ છે. રહીશો દ્વારા પોલીસ સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે.
બોપલની પરમધામ સોસાયટીમા રહેતા રહીશોમા ચોર ટોળકીની દહેસત વધી રહી છે.. મોડી રાત સુધી ઉજાગરા કરીને ચોર ટોળકીથી સાવચેત રહે છે.. આ સોસાયટીમા એનઆરઆઈ પરિવાર રહેતા હોય છે.. એક એનઆરઆઈ પરિવારના મકાનમા તો બે વર્ષમા ૪થી ૫ વખત ચોરીની ઘટના બની છે..
ચોરીની કિંમત કરતા ચોરી દરમ્યાન ફર્નિચરને ચોર ટોળકી નુકસાન કરે છે જેથી તેના સમારકામનો ખર્ચ વધી જાય છે.. અને આ ચોરીની કારણ ૭થી ૮ લાખ ઘરના રિનોવેશનનો ખર્ચ થઈ રહયો છે.. પરંતુ પોલીસ હજુ આ ચોર ટોળકીને પકડવા કે તેની પર નિયંત્રણ લાવી શકી નથી. આ પરિવાર દહેસત વચ્ચે પોતાના ઘરમા રહે છે.. અને પોલીસ સુરક્ષા નહિ આપતા હવે સોસાયટીએ દરેક ઘર દીઠ સીકયુરીટી ગાર્ડ રાખવાનો ર્નિણય કર્યો છે.. અને મકાનને સીસીટીવી કે સાઈરનથી સજજ કરીને સુરક્ષા વધારી છે.
બોપલમા સામાન્ય રીતે સુરક્ષા માટે સતત પેટ્રોલીંગ અને બંદોબસ્તની વાત થતી હોય છે. પરંતુ પરમધામ સોસાયટીના રહીશોનો ડર દરરોજ વધી રહયો છે. પરંતુ પોલીસ ચોરીની ફરિયાદ લઈને સંતોષ માની રહી છે. મહત્વનુ છે કે આ સોસાયટીમા આજુ-બાજુ કન્સ્ટ્રકશન સાઈટ વધુ છે. અને બહારના રાજયોમાંથી મજુરો પણ આવતા હોય છે.. જેથી પોલીસે આ સાઈટમા કામ કરતા મજુરોની પુછપરછ કરીને ચોર ટોળકીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.. જયારે રહીશોએ પણ સોસાયટીની સુરક્ષા વધારવાની માંગ કરી છે..