ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) એ પાંચ સભ્યોની અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિની પસંદગી કરી છે. પાંચ સભ્યોની પસંદગી સમિતિમાં ચેતન શર્મા, અબે કુરુવિલા, સુનીલ જોશી, હરવિંદર સિંહ અને દેવાશીશ મોહંતીનો સમાવેશ થાય છે.
અહીં બીસીસીઆઈની 89 મી વાર્ષિક સામાન્ય સભા પ્રસંગે, મદન લાલ, રૂદ્ર પ્રતાપસિંહ અને સુલક્ષણ નાયકની સલાહકાર સમિતિ દ્વારા નવી સમિતિની રચના કરવામાં આવી હતી.
સમિતિએ વરિષ્ઠતાના આધારે પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્માની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
ચેતન શર્માએ 11 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 23 ટેસ્ટ અને 65 વનડેમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1987 ના વર્લ્ડ કપમાં તેણે હેટ્રિક પણ લીધી છે. શર્માએ 16 વર્ષની વયે હરિયાણા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
તેણે 18 વર્ષની ઉંમરે તેની ટેસ્ટ રમવાની શરૂઆત કરી હતી.તેના એક વર્ષ પહેલા વેસ્ટ-ઇન્ડીઝ સામે વન-ડે મેચ રમ્યા હતા.