ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહની તબિયત એકાએક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્રસિંહને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. યુએન મહેતા હોસ્પિટલમાં તેમના રિપોર્ટ ક ઢવામમાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
મળતી જાણકારી મુજબ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદમાં આવેલી યુએન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા ભૂપેન્દ્રસિંહનું ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. ભૂપેન્દ્રસિંહના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા અને તે પરથી જાણવા મળ્યુ હતુ કે, તેમને નળીમાં બ્લોક છે. જેથી હવે તેમની બાયપાસ સર્જરી કરવામાં આવશે. આ બાયપાસ સર્જરી વિશેષ ડૉક્ટોરની ટીમ દ્વારા કરવામાં આવશે. સર્જરી બાદ તેમને ૩ દિવસ સુધી ૈંઝ્રેંમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
૭૪ વર્ષીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આશરે ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. તેઓએ ૩૩ વર્ષ કરતા વધુ સમય સુધી ભાજપમાં સક્રિય રીતે કામ કર્યું છે અને ચુડાસમાં ૧૯૯૦થી ૨૦૨૦ સુધી મંત્રી પદે રહી ચૂક્યા છે. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી ધોળકા વિધાનસભામાંથી જીત્યા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણમંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. જાે કે, ધોળકા વિધાનસભાની બેઠક તેઓ જીત્યા બાદ અનેક વિવાદો સામે આવ્યા હતા અને આ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય નરેન્દ્ર મોદીની સરકાર હોય, આનંદીબેનની સરકાર હોય કે રૂપાણી સરકાર બધી જ સરકારોમાં એક ડેમેજ કંટ્રોલરની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભુપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.