Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચંદ્રયાન-૩ આજે લોન્ચ કરાશે વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન-૩નું મોડલ લઈ તિરુપતિ મંદિરે પહોંચી
    India

    ચંદ્રયાન-૩ આજે લોન્ચ કરાશે વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન-૩નું મોડલ લઈ તિરુપતિ મંદિરે પહોંચી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈસરો આવતીકાલે બપોરે ૨.૩૫ વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-૩ લોન્ચ કરવાનું છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-૩નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરે સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવા પહોંચી હતી.આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-૩ છે. આવતીકાલે તેનું લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈસરો ચંદ્રયાનનું ત્રીજું મિશન આવતીકાલે લોન્ચ કરશે. આ પહેલા મંગળવારે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩નું ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ઈસરો તરફથી એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યું છે કે લોન્ચિંગની સમગ્ર તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું ૨૪ કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

    અગાઉ ઈસરોએ ચંદ્રયાન-૧ અને ચંદ્રયાન-૨ એમ બે મિશન લોન્ચ કર્યા હતા. જાે કે બંને સપાટી પર સફળતા પુર્વક ઉતરી શક્યા ન હતા.ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-૩ મિશન ચંદ્રયાન-૨નો આગળનો તબક્કો છે જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો કરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-૩નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-૨ મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

    ચંદ્રયાન-૩ આવતીકાલે બપોરે ૨ઃ૩૫ વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે અને જાે બધુ યોજના મુજબ ચાલશે તો ૨૩ અથવા ૨૪ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા ગઈકાલે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-૩ ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી એલવીએમ-૩ સાથે જાેડવામાં આવી હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    US-backed peace plan: યુક્રેને 20-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો, અમેરિકાના સહયોગથી રશિયાને યોજના મોકલી

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.