આજકાલ વિવિધ રાજકીય પક્ષના નેતાઓ પોતાની જીભ પર અંકુશ રાખવો ભૂલી ગયા લાગે છે.લોકશાહીમાં લોકશાહી મૂલ્યો સચવાય એ જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું છે કે પ્રજા તેમ જ પ્રજાના પ્રિતિનિધિઓ દ્વારા લોકોશાહીના મૂલ્યોનું પણ જતન થાય.ભાજપના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવના વિવાદિત નિવેદનનો મામલો હજી ઠંડો નથી પડ્યો ત્યાં તાજેતરમાં કોંગ્રેસનાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાઈરલ થયો છે.આ વિડીઓમાં ગેની બહેન જાણે કે ગેલમાં આવી ગયા હોય એવી રીતે વાણી વિલાસ કરી જણાવી રહયા છે કે ” જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે અને ત્યારે જો હું કોંગ્રેસની ચાલુ સરકારમાં ધારાસભ્ય હોઉં તો મને વિધાનસભાના ગેટ પર બેસવા દેજો.મારે આ ભાજપના લોકોને સચિવાલયના પાંજરામાં પેસવા દેવાના નથી.”લ્યો બેને તો સચિવાલયને પણ પાંજરું બનાવી દીધું” !એટલેથી ન અટકતા તેઓ એ એવો પણ બફાટ કર્યો કે “હરિદ્વારથી ટ્રેન ભરીને ગંગાજળ લાવીને જયારે સચિવાલય ધોશોને ત્યારે સચિવાલય પવિત્ર થશે,ભાજપ શાસકોએ એની એટલી ખરાબ હાલત કરી નાખી છે”.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગેની બહેન ‘દુષ્કર્મનો આરોપી પોલીસને ન સોંપાય, પેટ્રોલ છાંટી સળગાવી દેવાય’,’ઠાકોરો ને પછાત વાણીયાઓએ રાખ્યા’,જેવા વિવાદિત નિવેદન પણ કરી ચુક્યા છે.