એક કમાન્ડો દરજ્જા ના જવાન ના રહસ્યમય મોત અને પોલીસ ની દફનાવવા ની કામગીરી ખુબજ નિંદનીય બની છે અને લોકો માં તંત્ર ની કામગીરી સામે ભરોસો ઉઠી રહ્યો છે અને આક્રોસ જોવા મળ્યો હતો,નેતાઓ પણ ભેદી રીતે ચૂપ છે
કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ અમદાવાદ પહોંચ્યો ત્યારે અમદાવાદ કરણીસેનાએ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધનીય છે કે રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી અજિતસિંહ નો મૃતદેહ મળી આવ્યો હતો,તેઓ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં 13 નવેમ્બરે દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી આવવા રવાના થયા હતા અને છેલ્લે તેજ રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે હવે મને નીંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ, પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. તેઓ ટ્રેનમાંથઈ ગુમ થયા હતા અને તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો, આથી 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખવામાં આવ્યો હતો. જેને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. આથી પરિવારજનો રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે હવે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો, આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહને ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલવામાં આવ્યા હતા અને પરિવાર દ્વારા તેમની ઓળખ આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ 10 કલાકની અંદર જ મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો, આથી અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરે છે. આમ એક સરકારી જવાન નું જો આ રીતે રહસ્યમય મોત થઈ જાય અને તપાસ વગર જ મૃતદેહ નો નિકાલ થતો હોય તો પછી સામાન્ય નાગરિક ને શુ ન્યાય મળી શકે અને આવા કેટલા બનાવો બનતા હશે તે પણ વિચારવા જેવી બાબત છે.