ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 21 જુલાઇ, 2021ના રોજ 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,574 લાખ થઇ ગઇ છે. આજે વડોદરા શહેરમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 8 દર્દી નોંધાયા છે.
ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10076 પહોંચી ગયો છે.ગુજરાત રાજ્યમાં બુધવારે કોરોના રસીકરણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, હવેથી ગુજરાતમાં બુધવારે અને રવિવારે કોરોના રસીકરણ અભિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 50 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,14,109 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.73 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 389 થઇ છે અને જેમાંથી હાલમાં 05 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.