રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે આની પાછળ ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતની સૌથી નાની વયની યુવતી ડ્રગ બની ગઈ બે વખત લગ્ન કર્યા બે વખત છૂટાછેડા કર્યા પોલીસે પણ કાઉન્સેલિંગ કરી અનેક વખત સુધારવાનો કર્યો પ્રયાસ અંતે ન સુધરી અમી અને અમદાવાદ જેલમાં ધકેલાય પાસામાં..
રાજકોટની ડ્રગ્સના દુષણ સામે આકરી કાર્યવાહી ,ગુજરાતમા સૌથી નાની ઉંમરે પેડલર બનેલી યુવતીને અમી દિલીપ ચોલેરા સામે પાસા અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે. દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ પોલીસ કમિશનરે પાસા અટકાયત માટૅ દરખાસ્ત કરી હતી,
અમી ચોલેરાની પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અમી ચોલેરા ની સામે રાજકોટ મા બે ગુના નોંધાયારાજકોટ પોલીસ એ અગાઉ ડ્રગ્સ ના દુષણ માંથી આ યુવતી બહાર આવે તે માટૅ કાઉન્સિલિંગ કર્યું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરમાં “જીછરૂ ર્દ્ગં ્ર્ં ડ્ઢઇેંય્જી” અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેમાં રાજકોટ શહેર ર્જીંય્ પોલીસ ને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં એમડી ડ્રગનું વેચાણ કરતા પેડલરો પૈકી મોટા ભાગના પેડલરો હાલ જેલમાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજીયનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતી અમી દિલીપભાઈ ચોલેરા (ઉ.વ.૨૩) નામની સૌથી નાની ઉંમરની પેડલર પોલીસ પકડથી દૂર હતી અને પોતે સાતિર દિમાગથી ડ્રગનું વહેચાણ કરતી હતી. અમીને પકડવા માટે ચાર મહિનાથી પોલીસ મહેનત કરતી હતી પરંતુ ડ્રગના જથ્થા સાથે પકડાતી ન હતી.
પોલીસને એક સમયે પગેરું મળ્યું હતું જેમાં અમી રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજ ઉપરાંત હાઇવે ઉપર આવેલ કોલેજીયનને ટાર્ગેટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. આ પછી છુપી રીતે પોલીસે અમીની પાછળ વોચ ગોઠવી હતી અને કોલેજીયન યુવાનની જ મદદ લઇ અમી સુધી પહોંચવા પ્લાન બનાવ્યો હતો. ચાર મહિના સુધી સતત વોચ રાખી પોલીસે ચાર થી પાંચ વખત તલાસી પણ લીધી હતી જાે કે આ સમયે કશું હાથ લાગ્યું ન હતું.
અમી એટલી સાતિર હતી કે તે પોતે પોલીસ પકડથી મોટા ભાગે દૂર રહેતી હતી. કોઈ પુરાવા ન મળે માટે અમી તેમના ગ્રાહક ને સ્ડ્ઢ ડ્રગની પડીકી બનાવીને વ્હેંચતી હતી જેમાં તે ૧ ગ્રામ પડીકીના રૂપિયા ૨૫૦૦ લેતી હતી જાે કે કોઈ પણ ગ્રાહક જયારે ડ્રગ લેવા આવે ત્યારે તે તેને હાથો હાથ ડ્રગ આપતી ન હતી પરંતુ પોતે પહેલા કોઈ એક જગ્યા પર પહોંચી ડ્રગની પડીકી બોક્સ જેવી વસ્તુમાં કે અન્ય કોઈ જગ્યાએ સંતાડી દેતી હતી બાદમાં ગ્રાહક આવે તો તેની પાસેથી રૂપિયા મેળવી બાદમાં ત્યાંથી પોતે નીકળી જતી હતી અને થોડે દૂર જઇ તે ગ્રાહકને વોટ્સએપ કોલ કરી આ જગ્યા પર માલ પડેલ છે લઇ લેજાે કહી ફોન મૂકી દેતી હતી.
જાે કે આખરે ૩૧.૦૧.૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર ર્જીંય્ પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ચોક્કસ બાતમીના આધારે મહિલા પોલીસને સાથે રાખી રેસકોર્સ બાલભવનના ગેઈટથી અંદર પ્રમુખ સ્વામી પ્લેનેટેરિયમ બહાર અમી દિલીપભાઇ ચોલેરા (ઉ.વ.૨૩) ને પકડી પાડી અંગઝડતી લેતા તેની પાસેથી અલગ અલગ પડીકીમાં કુલ ૧.૨૩ લાખ કિંમતનો ૧૨.૩૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ તેમજ એક્ટિવા અને મોબાઈલ સહીત કુલ ૧.૭૮ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.