ગુજરાત સરકાર નું બજેટના તમામ દસ્તાવેજ અને સમગ્ર બજેટ નું જીવંત પ્રસારણ નિહાળવા માટે મોબાઇલ એપનો પ્રારંભ નાણાં મંત્રી નીતિન ભાઈ પટેલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ એપથી બજેટ રજૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે.ગુજરાત સરકારના નાણામંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે ગુજરાતનું બજેટ સામાન્ય નાગરિકો સુધી પહોંચી શકે અને તેનું જીવંત પ્રસારણ જોઈ શકે તે માટેની વિશેષ એપ નો પ્રારંભ કરાવ્યો હતો આ તબક્કે નીતિનભાઇ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું
કે ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય કરીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે કારણકે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી નાણાકીય ખર્ચ પણ ઘટવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બજેટના જીવંત પ્રસારણ અંગે વિગતો આપતા નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે મોબાઇલ એપ દ્વારા હવે દરેક નાગરિક બજેટ નું લાઈવ પ્રસારણ નિહાળી શકશે અને આ માટે જ રાજ્યના નાગરિકો ટેકનોલોજીના ઉપયોગથી આંગળીના ટેરવે રાજ્ય સરકારનું બજેટ આસાનીથી જોઈ શકશે કે અન્ય વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ 73 પ્રકારના અલગ-અલગ બજેટ પ્રકાશનો બનાવવા પડતા હતા એટલું જ નહીં ધીમે ધીમે સરકારના વિભાગો વધવા લાગ્યા અને કામગીરી અને તેના અહેવાલો પણ વધવા લાગ્યા જેના પરિણામે 74 પ્રકાશનો ની અંદર 55 લાખ 55,17,305 ( 55 લાખથી વધુ) કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.
પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકશાહીની આ પારદર્શિતા લોકો સુધી પહોંચાડવા કટિબદ્ધ બની હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકારના નાણાં વિભાગની ચોકસાઈ ના કારણે આજદિન સુધી એક પણ બજેટ લીક થયું નથી એ તે અને રાજય માટે ગૌરવની વાત હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ ટેક્નોલોજીના ઉપયોગથી હવે માત્ર 20 ટકા અલગ-અલગ સેટ છાપવામાં આવશે જે ધારાસભ્યો ઉપરાંત વિપક્ષી નેતા તેમજ પત્રકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે જોકે આ કામગીરીની શરૂઆત આગામી ત્રણ તારીખે પ્રથમ બેઠક થી જ કરવામાં આવશે તે સ્પષ્ટતા પણ નીતિન પટેલે કરી હતી.