સમગ્ર દેશ હજી સુધી કોરોનાની મહામારીમાથી બહાર આવ્યો નથી તેવામાં ક્રિસમસની રજાઓમાં બ્રીટન થી સુરત આવેલી એક યુવતી માં નવા સ્ટ્રેન ના કોરોના એ દેખા દેતા દેશભરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, આ યુવતી 10 ડિસેમ્બરનાં રોજ બ્રિટનથી સુરતના હજીરા વાયા દિલ્હી પહોચી હતી, અને પાછી બ્રિટન જવા માટે 20 ડિસેમ્બરે પાછી દિલ્હી ગઈ હતી પરંતુ ફ્લાઈટ કેન્સલ થતા તે પાછી સુરત આવી હતી ત્યારે તંત્રને ધ્યાનમાં આવતા તેના અને તેના પરિવારના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તે યુવતીમાં નવા સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યા હતા, જેથી તંત્ર દ્વારા તે યુવતીને તાત્કાલિક નવી સિવિલના દસમાં માળે આવેલા એક અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, તેના પરિવારમાં તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં માતા અને બહેનને પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા, તેમને પણ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, નવા સ્ટ્રેનનાં દર્દીના સમાચાર વાયુવેગે સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ત્રણેય જણાના બ્લડ સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, હવે તેમના રીપોર્ટ ની રાહ જોવાઈ રહી છે.