નીરજ ચોપડાએ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો એની ખુશીમાં જાહેર કરવામાં આવી આ વિશિષ્ટ સુવિધા
જૂનાગઢ : ગિરનાર ‘રોપ વે’નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી છે.જે પ્રમાણે નીરજ નામની કોઈ પણ વ્યક્તિ 20 ઓગસ્ટ સુધી ‘ગિરનાર રોપ વે’ની મફત યાત્રા કરી શકશે.ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાની કાબેલિયતને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે કંપનીએ આ જાહેરાત કરી છે.જેને કારણે 20 ઓગસ્ટ સુધી નીરજ નામની કોઈ પણ વ્યક્તિ ‘ગિરનાર રોપ વે’ની મફત યાત્રા કરી શકશે અને તદ્દન ફ્રીમાં રોપ વે ટ્રિપની મજા માણી શકશે
ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ટોકિયો ઓલમ્પિકમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેળવી ઇતિહાસ સર્જ્યો છે.તેઓ આજે ભારત આવશે.તેમના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ ઉજવણીના એક ભાગરૂપે જ ઉષા બ્રેકો કંપનીએ આ અનોખી જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતના પર્યટન સ્થળ ગિરનારમાં ઉષા બ્રેકો કંપની દ્વારા ‘રોપ વે’નું સંચાલન કરવામાં આવે છે.