ગંગોત્રી- યમુનોત્રી તીર્થસ્થળ અનાદિકાળથી ઋષિ-મુનિઓ અને સાધુ સંતોની તપસ્યા ભૂમિ રહી છે. હિમાલયમાં ઋષિ-મુનિઓ અને સાધુ-સંતો હિંદુ ધર્મ ગ્રંથો મુજબ, ધ્યાન સાધના કરવા માટેના જાણીતા સ્થળ તરીકે માનવામાં આવ્યુ છે. આ જ કારણ છે કે, શિયાળાની કડકડતી ઠંડી એટલે કે માઈનસ 2 ડિગ્રી તાપમાન હોવા છતાં, ગંગોત્રી-યમુનોત્રી ધામમાં, સાધુ સંતો બરફની ટોચ પર તપસ્યામાં લીન થાય છે. આ દિવસોમાં, પહાડોમાં હાડ કંપવાવે એવી, ધ્રુજારી ભરી ઠંડીનો પ્રકોપ છે. આ દિવસોમાં લોકો રસ્તાઓ પર નથી આવી રહ્યા. તેની વચ્ચે, 3000 હજાર મીટરથી વધુની ઉંચાઇ પર સ્થિત, યમુનોત્રી ધામથી એક ચિત્ર/વિડીઓ બહાર આવ્યો છે, જે બધાને આશ્ચર્યચકિત કરી દેશે. અહીં એક સાધુ બાબા અર્ધ-નગ્નન અવસ્થામાં ધ્યાન કરી રહ્યા છે.
વાત એમ છે કે,હનુમાન મંદિરના ઋષિ બાબા -2 ડિગ્રી તાપમાનમાં, અર્ધ-નગ્ન અવસ્થામાં બરફમાં સાધના કરી રહ્યા છે. એવુ લાગે છે કે જાણે, તેઓ બરફમાં ગરમી અનુભવે છે. આ વિડિઓ જોઈને તમે પણ ધ્રુજી જશો, એવુ કહેવામાં આવે છે કે, યમુનોત્રી ધામના હનુમાન મંદિરના બાબા, વર્ષોથી હનુમાન જી અને યમુના જીની સાધના કરી રહ્યા છે. તેઓ બારે મહિના યમુનોત્રી ધામમાં જ રોકાય છે. તે જ સમયે, ગંગોત્રી ધામમાં ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનના રેન્જર પ્રતાપસિંઘ અને સત્યેન્દ્ર સેમવાલે જણાવ્યું કે,’ ગંગોત્રીમાં 28 સાધુઓ સાધનામાં રોકાયેલા છે. તેમાંથી બે તપોવનમાં છે. બરફથી ઢંકાયેલ હિમાલયની ઠંડી, શિયાળામાં પણ કોઈપણ સંસાધનો વિના, યોગ સાધનામાં લીન થઇ જાય છે. શિયાળા માટે મંદિરના કપાટ બંધ થયાના કેટલાક દિવસો બાદ, ધામમાં આ વર્ષે અત્યાધિક હિમવર્ષાની શરૂઆત થઈ હતી. મંદિરના કેટલાક કર્મચારીઓ બરફ ઓગળીને પાણીની જરૂરિયાતો પૂરી કરી પીવા યોગ્ય પાણી બનાવી લ્યે છે. આ હિમ કંદરા ઓ, દાયકાઓથી સાધનાનુ કેંદ્ર બનેલી છે, અને સાધુઓ પોતાની સાધનામાં લીન.