ગુજરાત ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડાના નડિયાદમાં પહેલા જ વરસાદે પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નીખી છે. પાલિકાની બેદરકારીને કારણે આજે નડિયાદમાં કેટલાક વિદ્યાર્થીઓના જીવ જાેખમમાં મુકાયા હતા. જાેકે, સ્થાનિકો દ્વારા તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
નડિયાદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું છે.
આ ગરનાળામાં આજે સવારે કોલેજની બસ ફસાઈ ગઈ હતી. કોલેજની બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. બસ અધવચ્ચે બસ બંધ પડી જતાં કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.
જે બાદ ફટાફટ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આસપાસના લોકો દ્વારા જીવના જાેખમે વરસાદી પાણીમાં ફસાયેલ કોલેજ બસમાં સવાર વિધાર્થીઓને બસની બારીઓમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખેડાના ડાકોર, નડિયાદ, સેવાલીયા, ઠાસરા, કાલસર, ધુણાદરા, આગરવા, જાખેડ, સુઈ, વલ્લભપુરા, ગળતેશ્વર, થર્મલ, મેનપુરા અને અંબાવમાં ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે.

Share.
Exit mobile version