કોરોના નો આતંક છવાતા હવે રાજ્ય માં આજથી લગ્નમાં જાહેરમાં વરરાજા વરઘોડો કાઢી નહીં શકે પરિણામે મિત્રો માં જમાવટ પાડવા અને વૈભવી ફોટો સેશન કરાવવાના વરરાજાઓ ના કોડ પુરા નહિ થાય.
સરકાર દ્વારા જાનૈયાઓ, મહેમાનો અને કેટરર્સ સહિત કુલ 100 લોકોની જ મંજૂરી અપાતા મહેમાન તેમજ ઘર પરિવાર અને કેટર્સ સહિત ના લોકો ની તેમાં ગણતરી થશે. આ નિયમ નો ભંગ કરનારા સામે નિયમ મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે
કોરોના મહામારી વચ્ચે આજથી હવે ગુજરાતના હવે લગ્ન સમારંભ માં 100 લોકોની હાજરી અમલી બની જશે. આ અગાઉ લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી જે રદ કરી હવે થી 100 કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. આ છૂટછાટ આજથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું પડશે નહિ તો દંડ નો ચાંલ્લો કરવા તૈયાર રહેવું પડશે.