મોડાસા, 05 ડિસેમ્બર
બેંક કર્મચારી દરરોજ અનેક લોકોનાં સંપર્કમાં આવતો હોય છે. આથી જો પોતે કોરોના સંક્રમિત થાય તો અનેક લોકોને ચેપ લગાડી શકે છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે મોડાસા શહેર સહીત જીલ્લામાં આવેલી બેંકના કર્મચારીઓ સતત કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.
મોડાસાની નાગરીક સહકારી બેંકનો કર્મચારી કોરોનામાં સપડાતા બેંકના અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે બેંકનો કર્મચારી કોરોના રેપીડ ટેસ્ટમાં પોઝેટીવ આવ્યો હોવા છતાં બેંકની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેતા અને નાગરિક બેંક વિસ્તારમાં કોરોના પોઝેટીવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગે નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી નાગરિક બેંકકન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોવાથી તાત્કાલિક બંધ કરવામાં આવેની તાકીદ કરતા નાગરિક બેંકના સત્તાધીશોએ ત્રણ દિવસ બેંક બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો
મોડાસા શહેરની નાગરિક સહકારી બેંકની મુખ્ય બ્રાન્ચનો કર્મચારીનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝેટીવ આવતા અને બેંક વિસ્તારમાં કોરોના સંક્રમણનો ભય હોવા છતાં બેંકનું કામકાજ ચાલુ રખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને બેંક કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોવાથી બેંકને તાત્કાલીક ધોરણે બંધ કરાવવા મોડાસા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે નગરપાલીકા ચીફ ઓફિસરને પત્ર લખતા બેંક સત્તાધીશો હરકતમાં આવ્યા હતા અને નગરપાલિકા તંત્ર બેન્ક બંધ કરાવે તે પહેલા બેંકના સત્તાધીશોએ ગ્રાહકોમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે નાગરિક સહકારી બેંકની મુખ્ય શાખા ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરી બેંકનું કામકાજ સ્થગીત કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગે બેંક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથધરી સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથધરી હતી