કોરોના મહામારી વચ્ચે પહેલી વખત મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા બે ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથ રેટ બાદ પહેલી વખત ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જીડીપી પોઝીટીવ આવી છે. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અર્થાત ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 0.4 ટકા રહ્યો છે. એનએસઓએ ચાલુ નાણાંકીય વર્ષ ની ઓક્ટોબર ડિસેમ્બરના પ્રિ ક્વાર્ટરમાં તમામ ઘરેલુ ઉત્પાદનનો ગ્રોથ અનુમાન જારી કર્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીગ્રોથ 4.1 ટકાથી ઘટીને 0.4 ટકા રહી. નાણાંકીય વર્ષ 2020-21માં ત્રિમાસિક આધાર પર GVA -7.3 ટકાથી વધીને 1 ટકા જ્યારે વાર્ષિક આધાર પર GVA 3.4 ટકાથી ઘટીને 1 ટકા રહ્યો છે.
ભારતની ત્રિમાસિક વિકાસદર
ક્વાર્ટર વિકાસદર
જૂન-2020 +5.4%
સપ્ટેમ્બર-2020 +4.6%
ડિસેમ્બર-2020 +3.3%
માર્ચ-2021 +3.1%
જૂન-2021 -24.4%
સપ્ટેમ્બર-2021 -7.3%
ડિસેમ્બર-2021 +0.4%
જણાવી દઈએ કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર અર્થાત એપ્રિલથી જૂનમાં જીડીપી 23.9 ટકાની ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. બીજા તબક્કામાં આશા કરતાં ઘણો સારો સુધારો થયો હતો. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીના ઘટાડામાં સુધારો થઈને 7.5 ટકા રહી હતી. ત્રીજા તબક્કામાં જીડીપીના આંકડાથી સંકેત મળે છે કે હવે અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે.