ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૯૮ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૬૯ દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૮.૭૦ ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૧૯૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં ૧,૭૫,૫૩૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૬૯૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૬૮૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૧૯૮ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૧ અને પોરબંદરમાં ૧ વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં ૧૦૧૧૧ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે.
નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૩૨, સુરત કોર્પોરેશનમાં ૧૮, રાજકોટ કોર્પોરેશન ૦૭, વડોદરા કોર્પોરેશન ૧૦, કચ્છમાં ૬, વલસાડ ૫, ખેડા-રાજકોટમાં ૩-૩, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં ૨-૨, નવસારી-સાંબરકાંઠા-વડોદરામાં ૨-૨-૨, ભાવનગર કોર્પોરેશનમાં ૧, ગીર સોમનાથમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૧, સુરત ૧ એમ કુલ ૯૮ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩ને પ્રથમ અને ૫૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષ કે તેનાથી વધારેના ૫૪૨૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૪૧૮૮૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૭૭૮૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૦૯૯૨૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૭૫,૫૩૯ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૮૦,૭૩,૨૭૩ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.