કર્ણાટક સરકારે બુધવાર થી 2 જાન્યુઆરી સુધી, રાત્રે 10 વાગ્યાથી સવાર ના 6 વાગ્યા સુધી રાજ્યવ્યાપી કર્ફ્યુ ની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ આજે, પત્રકારો સાથે વાતચીત કરતાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ‘આ કર્ફ્યું કોરોના-વાયરસની નવી લહેર ની રોક માટે લાદવામાં આવી રહ્યો છે.’ આપને જણાવી દઈએ કે, મંગળવારે મુખ્ય પ્રધાને કોરોનો-વાયરસની નવી લહેર પર રાત્રે કર્ફ્યુ લાદવાની ના પાડી હતી.
તેમણે કહ્યું કે, ‘કોરોના વાયરસની નવી લહેરને કારણે, અને ભારત સરકાર અને તકનીકી સલાહકાર સમિતિની સલાહને ધ્યાનમાં રાખીને, આજથી 2 જાન્યુઆરી સુધી રાત્રિના કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બધા કાર્યક્રમો ને સવારે 6 થી 10 દરમિયાન મંજૂરી આપવામાં આવશે.’ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેના નવા નિયમો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે,’ આ બધાએ આરટી-પીસીઆર પરીક્ષણ પ્રમાણપત્ર સાથે, મુસાફરી કરવી પડશે. જે યાત્રા ના 72 કલાક પહેલા થયેલ હોવી જોઈએ.’
બેંગલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર, તમામ મુસાફરોની ચકાસણી માટે પહેલેથી જ વ્યવસ્થા છે. અમે ખાતરી કરી રહ્યા છીએ કે, કોઈ પણ વ્યક્તિ પરીક્ષણ કર્યા વિના વિદેશથી રાજ્યમાં પ્રવેશ કરશે નહીં. તેમણે નાગરિકોને કોરોના લહેરને રોકવા માટે, સાવચેતીનાં પગલાં ભરવાની વિનંતી કરી.