કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ જલદી દેખાઈ જાય છે, એવા સંકેત મળ્યા છે. કહેવાય છે કે ઓમિક્રોનના કારણે બીમાર થતા પહેલા જ તમે આ લક્ષણ મહેસૂસ કરી શકો છે.
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જાે તમારા અવાજમાં ખારાશ આવી ગઈ હોય અને તમે મોટેથી બૂમ પાડી કે ગાઈ શકતા ન હોવ તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારે ધ્યાન આપવું પડશે કે તમારા અવાજમાં આ ફેરફાર કયા કારણસર આવ્યો છે.
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના સૌથી પહેલા લક્ષણોમાંનું એક સ્કેટ્સી થ્રોટ છે. જેમાં તમારું ગળું અંદરથી છોલાઈ જાય છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થવા પર લોકોને ગળામાં ખરાશ(સોર થ્રોટ)ની સમસ્યા રહેતી હતી.
ડિસ્કવરી હેલ્થ, દક્ષિણ આફ્રિકાના ચીફ એક્ઝીક્યુટિવ રેયન રોચે કહ્યું કે નાક બંધ થતા, સૂકી ઉધરસ અને પીઠમાં નીચેની બાજુ દુઃખાવાની સમસ્યાનો સામનો ઓમિક્રોનથી પીડિત લોકોએ કરવો પડી રહ્યો છે.
જાે કે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઓમિક્રોન, ડેલ્ટા વિરેએન્ટની સરખામણીમાં ઓછો ખતરનાક છે. યુનાઈટેડ કિંગડમના પહેલા અધિકૃત રિપોર્ટ મુજબ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ૫૦થી ૭૦ ટકા ઓછા લોકો હોસ્પિટલમાં એડમિટ થયા.
યુકેએચએસએના ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર જેની હેરિસે કહ્યું કે એકવાર ફરીથી અમે તે તમામ બ્રિટિશ નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ લીધો નથી તેઓ જલદી આ બૂસ્ટર ડોઝ લઈ લે કારણ કે ઓમિક્રોનથી બચવા માટે આ સૌથી સારું માધ્યમ છે.