કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે આરોપ લગાવતા કહ્યુ છે કે, મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નિશાના પર છે.
ગોવા માટે કોંગ્રેસના ચૂંટણી નિરિક્ષક તેમજ યુપીએ સરકારમાં મહત્વના મંત્રાલય સંભાળી ચુકેલા ચિદમ્બરમે કહ્યુ હતુ કે, મિશનરી ઓફ ચેરિટિઝના એફસીઆરએ રજિસ્ટ્રેશનને રિન્યૂ કરવાનો સરકારે ઈનકાર કરી દીધો છે અને આ રીતે ગરીબ તેમજ વંચિત લોકોની સેવા કરી રહેલા એનજીઓ પર સીધો હુમલો કર્યો છે.સરકારનુ આ પ્રકારનુ વલણ ખ્રિસ્તીઓ સામેના તેના પૂર્વગ્રહને રજૂ કરે છે.મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તિઓ હિન્દુત્વ બ્રિગેડના નિશાના પર છે.
આ રીતે મોદી સરકાર પોતાના બહુમતીવાદી એજન્ડાને આગળ વધારવા માટે એક વધારાનુ લક્ષય નક્કી કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ જે મિશનરીની વાત કરી રહ્યા છે તે કોલકાતામાં છે.તેમણે લખ્યુ હતુ કે, કોલકાતામાં મિશનરીઝ ઓફ ચેરિટીને સરકારના રજિસ્ટ્રેશન રિન્યૂ નહીં કરવાના ર્નિણયથી ભવિષ્યમાં વિદેશી દાન નહીં મળે અને સરકારનો આ ર્નિણય મધર ટેરેસાની યાદગીરીનુ સૌથી મોટુ અપમાન છે.જેમણે ભારતમાં ગરીબોની સેવા માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ગૃહ મંત્રાલય પોતાની જાસૂસી કાબેલિયતનો ઉપયોગ હિંસા અને આતંકી ગતિવિધિઓ રોકવાની જગ્યાએ માનવતાના કામોને રોકવા માટે કરી રહ્યુ છે.