મોદીજી એ કહ્યું હતું કે હું ચોકીદાર છું અને સરકાર તિજોરી માંથી કોઈને ખાવા દઈશ નહિ અને ખાઇશ પણ નહિ પણ હવે સરકારી તિજોરી માંથી પૈસા ચોરવાનો મોદી સરકાર ઉપર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્ષેપ કરી કેન્દ્રની ભાજપ સરકાર ને ઘેરી છે,તેમણે ટ્વિટ કર્યું હતું કે, રાફેલ ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સરકારની તિજોરીમાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. તેઓએ મહાત્મા ગાંધીનું વાક્ય પણ ટાંકયું હતું કે, સચ એક હૈ રાસ્તે કંઈ હૈ !! નોંધનીય છે કે અગાઉ રાફેલનાં સોદાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસેમ્બર ૨૦૧૮માં ફગાવાઈ હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે રાફેલ સોદામાં લાંચ લેવાના મામલાને મુદ્દો બનાવ્યો હતો.
જોકે, ડિફેન્સ ક્ષેત્રે સરકારની કામગીરીનો ઓડિટ રિપોર્ટ સોંપ્યાનાં આઠ મહિના પછી CAG દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી કે સંરક્ષણ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્રાન્સની કંપની દસોલ્ટ સાથે કરવામાં આવેલા કરાર મુજબ કરારના ૩ વર્ષ પછી જ પોતાના ઓફસેટ ભાગીદારોને તેનાં દ્વારા સોદાની માહિતી આપવામાં આવશે.
ગયા મહિને કંપની દ્વારા ભારતને ૫ રાફેલની ડિલિવરી કરાઈ હતી. ભારતે કંપની સાથે ૩૬ રાફેલ ખરીદવા રૂ. ૫૯,૦૦૦ કરોડનો સોદો કર્યો છે. કરાર મુજબ કંપનીએ સોદાની તારીખથી ૩૬થી ૬૭ મહિનામાં ભારતને ૩૬ વિમાનોની ડિલિવરી કરવાની છે. આમ રાફેલ ખરીદી માં મોટા ગોટાળા બાદ CAG ને પણ માહિતી આપવા નો સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇન્કાર કરાતા રાજીવ ગાંધી એ ફરી એકવાર કેદ્ર સરકાર ઉપર નિશાન તાકી સવાલો ઉઠાવ્યા હતા.