બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ૩ મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે જેની સામાન્ય લોકો પર સીધી અસર જાેવા મળશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આજની બેઠકમાં કેબિનેટે ચિપ સંકટને ધ્યાનમાં રાખીને સેમીકંડક્ટર માટે ઈકોસિસ્ટમને વિકસિત કરવા ૭૬ હજાર કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે. જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેટિવ પર ૧૩૦૦ કરોડની યોજના અને ૨૦૨૧-૨૬ માટે ૯૩ હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને પણ કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના ર્નિણયની જાહેરાત કરતા જણાવ્યું કે, ૭૬ હજાર કરોડ રૂપિયાની ઈન્સેટિવ યોજનામાં આગામી ૬ વર્ષ દરમિયાન ૨૦ કરતા વધારે સેમીકંડક્ટર ડિઝાઈન, કંપોનેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ઉભા કરવામાં આવશે. આ મોદી સરકાર દ્વારા દેશને ઈલેક્ટ્રોનિક્સ હબ બનાવવાની યોજનાનો હિસ્સો છે.
યુવાનોને વધુ સારી તક આપવા માટે ૮૫,૦૦૦ કુશળ એન્જિનિયર્સ માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. કેબિનેટે આજે ૨૦૨૧-૨૬ના વર્ષ માટે ૯૩,૦૬૮ કરોડ રૂપિયાની પીએમ કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. આ રકમમાંથી રાજ્યોને ૩૭ હજાર કરોડ કરતા વધારે રૂપિયા મદદ સ્વરૂપે મળશે. અંદાજ પ્રમાણે તેનાથી ૨૨ લાખ ખેડૂતોને ફાયદો મળશે, સાથે જ ઈરીગેશન બેનિફિટ પ્રોગ્રામ, દરેક ખેતરને પાણી, વોટરશેડ ડેવલપમેન્ટ કોમ્પોનેન્ટને ૨૦૨૧થી આગળ પણ ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. કેબિનેટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેન્ટિવ પર ૧૩૦૦ કરોડની યોજનાને પણ મંજૂરી આપી છે. તેના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તેજી લાવી શકાશે.