જ્યારે આપણે કાશ્મીરની સડકો પર ચાલીએ છીએ, ત્યારે આપણને એક જ વિચાર આવે છે કે કોઇ આપણને ગોળી મારી દેશે ઃ નાગરિકો
છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીર ખીણમાં બિન-મુસ્લિમો પર આતંકવાદી હુમલામાં વધારો થવાને કારણે કેન્દ્રશાસિત પ્રદેશના લઘુમતીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. એક તરફ કેન્દ્ર અને જમ્મુ -કાશ્મીર સરકાર વિસ્થાપિતોને સ્થાયી કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ આતંકની નવી લહેરને કારણે ફરી સ્થળાંતર શરૂ થયું છે.
થોડા દિવસ પહેલા શિક્ષકો અને વેપારીઓ પર થયેલા હુમલાથી ગભરાયેલા, શીખ અને કાશ્મીરી પંડિત સમુદાય જમ્મુ પરત ફરી રહ્યા છે, જ્યાં બિન-મુસ્લિમોનું વર્ચસ્વ છે. શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ જમ્મુ પરત ફરી રહ્યા છે અને કેટલાક લોકોએ ખીણની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, સુરક્ષાની વધતી ચિંતાને કારણે ઘણા કામ પર આવી રહ્યા નથી.
શ્રીનગરમાં શિક્ષણ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ સુશીલ શુક્રવારે અચાનક જમ્મુ પાછો ફર્યો. તેમણે કહ્યું કે અમે કાશ્મીરથી બાઇક પર ભાગી ગયા છીએ. શ્રીનગરમાં એક શીખ મહિલા આચાર્ય અને એક કાશ્મીરી હિન્દુ શિક્ષકની હત્યા બાદ આવી પરિસ્થિતિ સર્જાય છે. એક અહેવાલ મુજબ, સુશીલે કહ્યું, “જ્યારે આપણે કાશ્મીરની સડકો પર ચાલીએ છીએ, ત્યારે આપણને એક જ વિચાર આવે છે કે જે આપણી તરફ કોઈ જાેઈ રહ્યું છે અને તે આપણને ગોળી મારી દેશે.”
જમ્મુ પરત આવતા લોકો માટે સુરક્ષા સર્વોચ્ચ ચિંતાનો વિષય છે. એક વ્યક્તિએ કહ્યું છે કે તે જયારે બે વર્ષનો હતો ત્યારે તેને એક સાથે ૧૯૯૦માં એક લાખથી વધુ પંડિતો સાથે કાશ્મીર છોડ્યું હતું. તે વ્યવક્તિએ શુક્રવારે તેની પત્ની સાથે અનંતનાગથી જમ્મુ પાછો આવવા મજબુર થયો. તેને એમ પણ કહ્યું કે રાતે નીંદર નથી આવતી.
તેમણે કહ્યું, “હું આખી રાત ઊંઘી શક્યો નથી અને આગલી સવારે જમ્મુ જવા રવાના થયો. ત્યાં સલામતીની કોઈ ખાતરી નથી. જાે તેઓ શિક્ષકો પાસે જઈ શકે અને તેમના ઓળખપત્રો જાેઈને તેમને મારી શકે તો મારા જેવા કાશ્મીરી પંડિત કર્મચારીઓની સલામતીની ખાતરી કેવી રીતે મળે ?