કરૌલી શહેરમાં ૨ એપ્રિલએ હિંદુ નવ સંવત્સર પર ભગવા રેલીમાં અચાનકથી થયેલા પથ્થરમારા અને આગની ઘટના બાદ દોડાદોડ અને બૂમાબૂમ મચી ગઈ. શહેરની દુકાનોના શટલ પડવા લાગ્યા, લોકો ઘર તરફ દોડવા લાગ્યા. ચારે તરફ અફરાતફરીનો માહોલ બની ગયો. આગ અને પથ્થરમારાથી દરેક લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહ્યા હતા. અચાનક કરૌલી શહેરની વચ્ચે કપડાના દુકાનદાર મધુલિકા જાદૌન દેવી રૂપમાં દેખાયા.
મધુલિકા જાદૌનએ જીવની પરવા ન કરતા ઘરમાં ૧૫ મુસ્લિમ યુવકો અને ત્રણ હિંદુઓને શરણ આપીને જિંદગી બચાવી. કરૌલીની મધુલિકા જાદૌનએ હિન્દુ-મુસ્લિમ હુલ્લડ વચ્ચે ૧૫ મુસ્લિમ યુવકના જીવ બચાવીને સાબિત કરી દીધુ કે માનવતાની રક્ષા કરવી જ સૌથી મોટો ધર્મ છે. ૨ એપ્રિલએ ટોળાએ રાજસ્થાનના કરૌલી શહેરમાં હુલ્લડને અંજામ આપ્યો. હુલ્લડમાં ભૂલ કોની હતી, આ સાબિત કરવુ મુશ્કેલ થઈ રહ્યુ છે, પરંતુ ૪૮ વર્ષીય મધુલિકા જાદૌનનુ કામ કોઈ ચમત્કારથી ઓછુ નથી.
કરૌલી માર્કેટના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગવાથી ધુમાડો ભરાઈ ગયો હતો. ૧૮ જેટલા દુકાનદારો અને કર્મચારીઓ આશ્રય લેવા પહોંચ્યા હતા. મધુલીકાએ તમામ લોકોને સુરક્ષિત રૂમમાં બેસાડ્યા હતા. ધુમાડાથી ઉધરસમાં સપડાયેલા લોકોને પંખો લગાવીને પાણી આપવામાં આવ્યું હતું અને તેઓ ઈચ્છે ત્યાં સુધી રહી શકશે તેવી ખાતરી આપવામાં આવી હતી. શું થશે તેની આશંકાથી ભરેલી લોકોની આંખોમાં ડર જાેઈને તેણે ખાતરી આપી કે આ હિન્દુસ્તાન છે અમે લોકોનું રક્ષણ કરવા માટે જાણીતા છીએ અને અમે હંમેશા તે કરીશું.
મધુલિકા જાદૌનને પણ કરૌલી નગરમાં માર્કેટ કોમ્પ્લેક્સની બહાર ગુસ્સે ભરાયેલા ટોળાનો સામનો કરવો પડ્યો હતો. બજારની બહાર જાદૌનના પરિવારની ઘણી દુકાનો છે. ભીડમાં સામેલ લોકોએ પરિસરમાં અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ ૪૮ વર્ષના મધુલિકાએ મક્કમતાથી બધાને રોક્યા અને કહ્યું કે હું કોઈને અંદર જવા દઈશ નહીં. લોકોએ પૂછ્યું કે અહીં કોઈ છુપાયેલુ છે તો તેઓએ કહ્યું કે અહીં કોઈ નથી. તેમણે તોફાનીઓને ધમકાવ્યા અને તેઓને ત્યાંથી જતા રહેવા કહ્યુ. મધુલિકા પાસે આશ્રય લેનારા ૧૫ મુસ્લિમ યુવકોની સાથે ત્રણ હિન્દુ ભાઈઓ પણ હતા.