તાજેતરમાં જ રાજ્યસભા ની ચાર બેઠકો ની ચૂંટણીમાં જે તે સમયે કોંગ્રેસ અને ભાજપ ના ચૂંટાયેલા ધારાસભ્યો ની સંખ્યા પ્રમાણે રાજ્યસભામાં ભાજપના ત્રણ સાંસદો ની નિવૃત્તિ. સામે બે ઉમેદવાર જીતી શકતા હતા અને કોંગ્રેસના એક રાજ્યસભાના સાંસદની મુદ્દત પુરી થતા એક વધુ એટલે બે ઉમેદવાર રાજ્યસભા ની ચૂંટણી જીતી ને દિલ્હી જઈ શકતા હતા. પરંતુ આમ પણ રાજ્યસભામાં બહુમતી માટે છેલ્લા છ વરસ થી પ્રયત્ન કરતા ભાજપે આ રાજ્યસભા ની ચૂંટણી માં બે ઉમેદવાર નહીં પણ ત્રણ ઉમેદવાર એટલેકે વધારા માં નરહરિ અમીન કે જેઓ ચીમનભાઈ પટેલ ના એક સમય ન ગાઢ સાથીદાર હતા તેમને ટિકિટ આપી અને જીતાડી ને દિલ્હી રાજ્યસભામાં લઈ ગયા.
આ ત્રીજી સીટ રાજ્યસભામાં જીતવા માટે ડાંગ ના કોંગ્રેસી આદિવાસી ધારાસભ્ય મંગલભાઈ ગાવીત ને યેનકેન પ્રકારે વિધાનસભા માં થી રાજીનામુ અપાવ્યા બાદ વલસાડ જિલ્લાના એક માત્ર કોંગી આદિવાસીધારાસભ્ય કપરાડા બેઠક ના જીતુભાઇ હરજીભાઈ ચૌધરી ને રાજીનામુ અપાવી ભાજપ માં પ્રવેશ પણ આપી દીધો.
રાષ્ટ્રીય ચૂંટણી પંચ ની તૈયારીઓ મુજબ બિહાર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી સાથે ગુજરાત ની ડાંગ,કપરાડા,અબડાસા,ધારી, લીંબડી મોરબી વગેરે આંઠ વિધાનસભા ની બેઠકો ની પેટા ચૂંટણી કરવામાં આવશે. એટલે પેટા ચૂંટણી ના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે અને ડિસેમ્બર પેહલા આ બધી પેટા ચૂંટણી ઓ થઈ જશે.વલસાડ જિલ્લાના કપરાડા બેઠક ના નાયબ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી વીનેશ કુમાર બાગુલે ચૂંટણી ની પૂર્વ તૈયારી રૂપે શિક્ષકો, કર્મચારીઓને ચૂંટણી ની તાલીમ આયોજનો વગેરે ની તૈયારી તડામાર શરૂ કરી દીધી છે.
આ આઠ બેઠકો માં ભાજપ ની અંદરોઅંદર નો જૂથવાદ નડે નહીં અને બધી બેઠકો જીતવા ની રણનીતિ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નવસારી સાંસદ ચંદ્રકાન્ત આર પાટીલ ની નિમણુંક કરી છે.અને કોરોના ના રોજેરોજ વધતા ખૂની પંજા વચ્ચે પણ ચન્દ્રકાન્ત પાટીલ ના ભવ્ય સ્વાગત અને વિવિધ મંદિરો ના દર્શન અને આશીર્વાદ અને વિવિધ રજતતુલા, સાખર તુલા અને રક્તતુલાનો સીલસીલો ચાલુ છે આ પેટા ચૂંટણીઓ માં આઠેઆઠ વિધાનસભા બેઠકો જીતવાનો પડકાર ભાજપ પ્રદેશ પ્રમુખ કેવી રીતે પાર પાડે છે તે જોવું રસપ્રદ રહેશે કપરાડા બેઠક પર એક વખત ભાજપ ના કમળ ના સિમ્બોલ પર ધારાસભ્ય બનનાર અને બે વખત હારનાર સંસ્થા કોંગ્રેસ ના જુના કાર્યકર અને આજના નેતા માધુભાઈ બાપુભાઈ રાઉત નું વલણ આખી ચૂંટણીમાં જીત નું પરિણામ લાવવા માં ખુબજ મહત્વ નું સ્થાન ધરાવે છે.
કપરાડા કોંગ્રેસ પ્રમુખ અને જૂના ખડડૂસ કાર્યકર સોમાભાઈ બાતરી આમ તો જીતુભાઇ ના અંગત માણસ તરીકે પ્રખ્યાત હોઈ જીતુભાઇ ચૌધરી ને કેટલી ફાઇટ આપી શકે?જ્યારે ભાજપ માં થી કોંગ્રેસ પક્ષ માં આવેલ સક્ષમ આદિવાસી નેતા બાબુભાઇ વરથા ભાજપ ને સોલિડ ફાઇટ આપી પરિણામ મેળવી શકે તેવા હાલે દેખાય છે.૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માં મુંબઈ ના મોટા ગજા ના બિલ્ડર અને ભાજપ ના મહારાષ્ટ્ર ના વિધાનસભ્ય મંગળ પ્રભાત લોઢા કપરાડા માં બેગ લઈ ને હાજર હતા. છતાં ભાજપ પોસ્ટલ બેલેટ જેમાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો ના મતો હોય છે તેના આધારે ખુબજ નજીવા માર્જિન થી હાર્યું હતું. કપરાડા વિધાનસભા વિસ્તારમાં પારડી તાલુકા ના સારી સંખ્યા માં ગામો નો પણ સમાવેશ થાય છે તેથી પારડી તાલુકા ના વતની વલસાડ બેઠક પરથી બે ટર્મ ના લોકસભા સાંસદ ડૉ કે સી પટેલ માટે પણ આ પેટા ચૂંટણી પ્રતિસ્થા નો જંગ રહેશે.હાલે હમણાં ને હમણાં ચૂંટણી પરિણામો વિશે કનફરમ કરવું ખૂબ વહેલું ગણાશે.તેલ જુવો તેલ ની ધાર જુવો.