ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સિરિઝ પર પણ કોરોનાનો ખતરો મંડરાયો છે.લેટેસ્ટ મામલામાં મેચ રેફરી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન કોરોનાથી સંક્રમિત થયા છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી.બોર્ડે કહયુ હતુ કે, બૂનની જગ્યાએ હવે સ્ટીવ બર્નાર્ડ મેચ રેફરી તરીકે ફરજ બજાવશે.એશિઝ સિરિઝની ચોથી ટેસ્ટ સિડનીમાં પાંચ જાન્યુઆરીથી રમાનારી છે.જ્યારે ડેવિડ બૂન ૧૪ જાન્યુઆરીથી હોબાર્ટમાં રમાનારી ટેસ્ટમાં વાપસી કરશે.
બૂને કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે
.છતા તે સંક્રમિત થયા છે.જાેકે તેમનામાં કોઈ લક્ષણ નથી.તેઓ મેલબોર્નમાં જ ક્વોરેન્ટાઈન છે.જ્યાં એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ રમાઈ હતી.
ઈંગ્લેન્ડ ટીમના કોચ ક્રિસ સિલ્વરવૂડ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.તેઓ મેલબોર્નમાં ક્વોરેન્ટાઈન છે.તેવામાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમ કોચ વગર જ મેદાનમાં ઉતરશે.આ સિરિઝ સાથે સંકળાયેલા કુલ આઠ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે.
જાેકે એશિઝ સિરિઝ ઓસ્ટ્રેલિયા ૩-૦થી પહેલા જ જીતી લીધી છે.બાકીની બે ટેસ્ટ મેચ ઔપચારિકતા રહેશે