ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત ૫૮ લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને,DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે ડ્ઢઇૈંએ ભાંડો ફોડ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું.

બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા ૨ પેસેન્જર પાસે ૫૮ લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRI ની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ ૨ શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ ૧ કિલો આસપાસ સોનુ હતું. ઉલ્લેખનીય છે કે ઈમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતા પહેલા આ ૨ શખસો જે છે તેઓ ટોઈલેટ બાજુ જતા રહ્યા હતા. DRI ના અધિકારીઓની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો અને અહીં જે જાેવા મળ્યું એનાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. આ ૨ શખસો કે જે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, તેમણે એરપોર્ટ સ્ટાફના જ શખસને આ ૫૮ લાખ રૂપિયાનું સોનુ આપ્યું હતું.

DRI નીટીમે ત્યારપછી આ એરપોર્ટ સ્ટાફના અધિકારી સામે બાજ નજર રાખી દીધી હતી. તે ક્યાં જાય છે અને શું કરે છે એની પળ પળની માહિતી તેમણે મેળવવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ૨ શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી.DRI ને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે. નોંધનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં ૧૦ તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા.

પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જાેઈએ. અમદાવાદની ૬૧ વર્ષીય સિનિયર સિટિઝન મહિલા તેમના દીકરાના ઘરે કેનેડા જઈ રહ્યા હતા. ત્યારે તેમના ચેકઈન લગેજમાંથી અમદાવાદ એરપોર્ટ પરથી ૧૦ તોલા સોનાનાં દાગીના, ચાંદીના વાસણો જપ્ત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે તેમને ચેકઈન કાઉન્ટર પર હેન્ડબેગની તપાસ કર્યા પછી એમ જણાવાયું હતું કે તમારે આ પણ અહીં જમા કરાવી દેવી પડશે. એટલે કે તમે આને પોતાની સાથે નહીં લઈ જઈ શકો. આ સમયે મહિલા માની ગયા અને મુંબઈ જ્યારે લગેજ ચેક કર્યું તો તેમના હેન્ડબેગમાંથી સોનાના દાગીના અને ચાંદીના વાસણો ગાયબ થઈ ગયા હતા. તેમણે ફરિયાદ કરી પરંતુ અમદાવાદ એરપોર્ટ પર આ ચોરાયા કે મુંબઈ એરપોર્ટ પર ચોરાયા એની માહિતી મળી શકી નહોતી.

Share.
Exit mobile version