મઝહબ નહીં સિખાતા આપસ મે બૈર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા ….તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો એટલે રામ મંદિર માં મુસ્લિમ સમાજ ના લોકો એ નવ નિર્મિત મંદિર ની મુલાકાત લીધી હતી ..જી હા સાંભળીને ચોકી જવાય .. ઉમરગામ પાલિકા વિસ્તાર માં આવેલા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મુસ્લિમ સમાજના લોકો એ એકવીસ હજાર નું દાન તો કર્યું પણ સાથે સાથે તમામ મુસ્લિમ ભાઈ ઓ એ મંદિર માં પ્રવેશ કરી પૂજા અર્ચના નિહાળી હતી.. ઉમરગામ થી ભાઈ ચારા નો નીકળેલો આ સંદેશ સમગ્ર દેશ માં જવો જોઈએ …ઉમરગામ ખાતે ભાઈ ચારા નું આ દ્રશ્ય કોમી એકતા ના દર્શન કરાવ્યા છે . આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ટા મહોત્વમાં મુસ્લિમ મહિલાઓ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ હતી. તમામ મુસ્લિમ મહિલાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ અગ્રણીઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનકડા ઉમરગામના તમામ ધર્મના લોકો આ મહોત્સવમાં જોડાઈ એક બીજાના ધર્મને આદર અને સત્કાર આપી કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે.