સેલિબ્રિટીને ચપટી ગાંજા સૂંઘવા માટે ધરપકડ કરીને ઢોલ વગાડો છો તો ગુજરાતમાં તો જંગી માત્રામાં ડ્રગ્સ મળે છે.
ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના મામલે બોલીવુડ સેલિબ્રિટી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે જેના મામલે રાજકીય રંગ પકડતા મામલો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં બદલાયો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યુ હતું કે સેલિબ્રિટીને ચપટી ગાંજા સૂંઘવા માટે ધરપકડ કરીને ઢોલ વગાડો છો તો ગુજરાતમાં તો જંગી માત્રામાં ડ્રગ્સ મળે છે.
મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અત્યારે એનસીબી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એક તરફ અત્યારે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો ખૂબ ગંભીર આરોપો હેઠળ જેલના સળિયા ગણી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આડકતરી રીતે તેનો બચાવ કરવા પ્રયત્ન કર્યા છે અને ગુજરાતને વચ્ચે લઈ આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર મ્હારાષ્ટ્રમાંથી ડ્રગ્સ મલે છે એવું નથી, મેં તો સાંભળ્યું છે કે મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે. આ મુંદ્રા પોર્ટ ક્યાં છે? ગુજરાતમાં છે ને. અહિયાં એક ચપટી ગાંજાે સૂંઘી સેલિબ્રિટીને પકડીને તમે ઢોલ વગાડો છો અને ફોટો પડાવો છો, મહારાષ્ટ્ર પોલીસે તો ૧૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.