પારડી નજીક ઉદવાડા હાઇવે ગિરિરાજ હોટલ સામે આજરોજ સવારે 11 વાગ્યાના સુમારે વાપી તરફ જતા એક કન્ટેનર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા વાપીની મહિલાનું કમકમાટી મોત નીપજ્યું હતું. મોપેડ ન. gj 15 BA 7289 પર જતા પતિ પત્ની વલસાડ થી વાપી ડુંગરી ફળિયાના પરત ફરતા સમયે એક અજાણીયા કન્ટેનર ચાલકે મોપેડ ને ટક્કર મારતા ફંગોળાઈ જતા પત્નીને માથામાં અને શરીર ના ભાગે ગંભીર ઇજા ને લઇ અકસ્માત સ્થળ પર પત્ની સંકુતલા દેવી યાદવ ઉવ 30 નું મોત નીપજ્યું હતું. અકસ્માત ની જાણ આઇઆરબી ને થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પતિ શ્રીનિવાસ યાદવ અને મૃતક પત્ની ને ઓરવાડ સરકારી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા.. બાદમાં અકસ્માતના મોપેડ પરિવાર ને જાણ કરતા તેઓ ઓરવાડ આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત શ્રીનિવાસ વિભૂત યાદવ ઉવ 47 જેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા વાપીની જનસેવા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત માં ચાલક કન્ટેનર લઇ ને ભાગી છૂટ્યો હતો. જેના નંબર મેળવવા બગવાડા ટોલનાકા પર સીસીકેમેરા માં કન્ટેનર ચાલક ફરાર ને શોધખોળ કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.