ઉદયપુર, નવી દિલ્હી, શુક્રવારે સવારે ઉદયપુર પિંડવાડા હાઇવે પર, એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ગુજરાતી પ્રવાસીનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જયારે બીજા ચાર પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં ગોગુંદા પોલીસ મથક ત્યાં પહોંચી ગયો હતો અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
કહેવામાં આવી રહ્યુ છે કે,”આ અકસ્માત ગોગુંદા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇસ્વાલ નજીક બન્યો હતો. ઉદયપુરથી ગોગુંદા તરફ જતો, એક ઓટો અચાનક બેકાબૂ થઇ પલટાયો. આને કારણે ઓટો પાછળ, પત્થરોથી ભરેલું ટ્રેલર પણ અનિયંત્રિત રીતે પલટાયું હતુ. ટ્રેલર પલટી મારીને બે કાર ટકરાઈ હતી. આને કારણે કારમાં સવાર યુવકનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ અને અન્ય ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માહિતી મળતાં ગોગુંદા પોલીસ સ્ટેશન અને હાઇવે પેટ્રોલની ટીમ, ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલી આપ્યો. મૃતકના મૃતદેહને, સ્થાનિક હોસ્પિટલની શબગૃહ માં રાખવામાં આવ્યો છે. અકસ્માત બાદ લગભગ એક કલાક સુધી હાઇવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો.