પેયોંગયાન, તા.૧૭
નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જાેંગે દેશના નાગરિકો પર ૧૧ દિવસ માટે હસવા પર, દારુ પીવા પર અને ખરીદી કરવા પર પ્રતિબંધ મુકયો છે. કિમ જાેંગે પોતાના પિતા કિમ જાેંગ ઈલની ૧૦મી પુણ્યતિથિએ આ આદેશ બહાર પાડ્યો હતો.શુક્રવારથી લઈને બીજા ૧૧ દિવસ સુધી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તર કોરિયાની ખબરો આપતા રહેલા રેડિયો ફ્રી એશિયાએ ઉત્તર કોરિયાના બોર્ડર નજીકના શહેર સિનઈજુના રહેવાસીઓના હવાલાથી કહ્યુ છે કે, લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ બજારમાં નહીં જઈ શકે.નિયમ તોડનારાને આકરી સજાનુ ફરમાન પણ છે.
એક નાગરિકે કહ્યુ હતુ કે, પહેલા પણ કિમ જાેંગ ઈલની પુણ્યતિથી વખતે જે લોકો દારુ પીધેલી હાલતમાં પકડાતા હતા તેમની ધરપકડ કરવામાં આવતી હતી અને ઘણા લોકો તો ધરપકડ બાદ લાપતા પણ થઈ ગયા છે.
આ નાગરિકે કહ્યુ હતુ કે, ૧૧ દિવસના શોક દરમિયાન જાે કોઈ નાગરિકનુ મોત થશે તો તેના પરિવારજનોને રડવાની પણ મંજૂરી નહીં મળે.આ સિવાય મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ ૧૧ દિવસના શોક બાદ કરવામાં આવશે.શોકના સમયમાં લોકો જન્મ દિવસ પણ નહીં ઉજવી શક