કોરોનાની વૈશ્વિક બીમારી હજી સુધી પૂરી રીતે મટી નથી ગઈ તેવામાં તહેવારોની હારમાળા શરુ થઈ ગઈ છે, તેવામાં રાજકોટમાં પોલીસ કમિશ્નર દ્વારા એક મહિના પહેલા જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને સુચના આપવામાં આવી છે કે કોરોનાકાળ માં લોકોએ ધાબા ઉપર ભીડ એકઠી કરવી નહિ અને લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેરનામાં માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વેપારી ચાઇનીઝ તુક્કલ કે દોરી વેચતા કે ખરીદતા ઝડપાઈ જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ ઘરના ધાબા ઉપર કેન્દ્ર સરકારની આપેલી ગાઈડ લાઈનના નિયમનું પણ પાલન કરવું પડશે, ધાબા ઉપર સોશિયલ ડીસ્ટેન્સીગ નું પાલન પણ કરવું પડશે. રાજકોટમાં દિવાળી પહેલા બજારોમાં ભીડ એકથી થવાના કારણે કોરોનાએ બીજા રાઉન્ડમાં કેવું માથું ઉચક્યું હતું તેનાથી બધા લોકો વાકેફ છે. જેનાથી કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલ ખરીદનાર અને વેચનાર વેપારી પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિ દરમ્યાન જાહેરમાં ગાયને ઘાસ પણ નહિ નાખી શકાશે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામું 18 ડિસેમ્બર થી 16 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.