વિદ્યાર્થીઓ ભારે ઉપાડે અહીંથી તો વિદેશમાં સેટલ થવા નીકળે છે, પરંતુ ઘણી વખત હેરાન થતાં હોય કે મોટી મુસીબતમાં મૂકાઈ ગયા હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જે અજાણતા છેતરપિંડીનો શિકાર બને છે. હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પર ૨૨ વર્ષીય એક વિદ્યાર્થિની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાનો ભોગ બનેલી દિકરીના પિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર ઘટના વર્ણવી છે.
અમદાવાદ એરપોર્ટ પર ેંજીછ જઈ રહેલી ૨૨ વર્ષની વિદ્યાર્થિની સાથે ઈમિગ્રેશન ઓફિસરે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. પિતાએ ટિ્વટર પર આની ફરિયાદ કરી હતી. આ ઘટનામાં પિતાએ જણાવ્યું હતું કે, ેંજીછ જઈ રહેલી ૨૨ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે ઈમિગ્રેશન ઓફિસરે ધમકી આપીને તેની ડિગ્રી નકલી હોવાનું કહીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના કારણે પિતાની સીસીટીવી ફૂટેજ થકી તે ઈમિગ્રેશન ઓફિસરને ઓળખીને તેની સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
ભાવનગરના વિપુલ શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારી દીકરી અમેરિકાની એક યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે આજે અમદાવાદથી ન્યૂયોર્ક જઈ રહી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસરે ગેરવર્તણૂક કરીને તેને ધમકાવી હતી.
તેની પાસે યોગ્ય વિઝા હોવા છતાં તે ઓફિસરે તેની પાસેથી ડિગ્રી સર્ટિફિકેટ માગ્યું હતું. ત્યારબાદ ડિગ્રીઓ નકલી હોવાનો આક્ષેપ કરીને અભદ્ર ટિપ્પણી કરી હતી અને જબરદસ્તી ડિગ્રીઓ નકલીઓ હોવાનું કબૂલ કરાવવાનો પ્રયાસ કરીને લિગલ એક્શન લેવાશે તેવી ધમકી પણ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી દિકરીનું એડમિશન અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાં થયું છે. મારી દીકરી મુંબઈની જાણીતી નરસી મોંજી યુનિવર્સિટીમાંથી ભણી છે. ઈમિગ્રેશન ઓફિસરે મારી દિકરીને ગુજરાતમાંથી નહીં અને મુંબઈમાંથી કેમ અભ્યાસ કર્યો છે?
જેવા અનેક સવાલો પુછીને હેરાન કરીને મઝાક પણ ઉડાવી હતી. જેના કારણે મારી પુત્રી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી.
જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારે સવારે મારી દીકરી કુવૈત થઈને યુએસ જવા રવાના થઈ હતી.
કુવૈત એરવેઝની દ્ભેં ૩૪૬ નંબરની ફ્લાઈટ અમદાવાદથી ઉપડી હતી. તેની ફ્લાઈટ શુક્રવારે સવારે ૩ કલાકે હોવાથી તેણી અમદાવાદ એરપોર્ટ પર સમયસર પહોંચી ગઈ હતી. જ્યારે યુવતી ઈમિગ્રેશન કાઉન્ટર પહોંચી ત્યારે ત્યાં હાજર ઓફિસરે તેને ડિગ્રી બતાવવાનું કહ્યું હતું. જે બાદ ઓફિસરે તેની કોલેજની ડિગ્રીઓ નકલી હોવાનો દાવો કર્યો હતો.