પાકિસ્તાને આ વર્ષે પણ ‘કાશ્મીર એકતા’ દિવસની ઉજવણી કરી હતી. આ બાબતે જાહેર સભાઓ કર્યા પછી, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યુ કે, ‘તેઓ કાશ્મીરના દૂત બનીને દરેક મંચ પર જશે.’ તે જ સમયે, પાડોશી દેશ બાંગ્લાદેશે ઢાંકા માં ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવવા બદલ પાકિસ્તાન હાઈ કમિશનને ઠપકો આપ્યો છે. પાકિસ્તાનને આતંકવાદીઓને કાશ્મીર ન મોકલવાની માંગ કરી છે.
બાંગ્લાદેશ એ પાકિસ્તાન કહ્યુ – “મુજીબુર રહેમાનના હત્યારાને આશ્રય આપવાનું બંધ કરો.”
ઢાંકા માં શુક્રવારે બાંગ્લાદેશની સામાજિક સંસ્થાઓ બાંગ્લાદેશ ડોટર્સ ફાઉન્ડેશન, ‘ માનુશેર માઝે માનુશેર કાજે ‘ અને ‘ યસ બાંગ્લાદેશ ‘ એ, 1971 માં બાંગ્લાદેશમાં નરસંહાર માટે પાકિસ્તાનની ટીકા કરી હતી. તે જ સમયે, તેમણે પાકિસ્તાનને તેના દેશમાં તેના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનના હત્યારાઓને આશ્રય આપવાનુ બંધ કરવાનુ કહ્યુ હતુ.
બાંગ્લાદેશ જણાવ્યુ હતુ કે, ‘કાશ્મીરમાં ત્રાસવાદીઓ મોકલવાનુ બંદ કરો.’
આ સંગઠનોએ સૂત્રોચ્ચાર કરતા કહ્યુ કે, ‘પાકિસ્તાન અમે ઈચ્છીએ છીએ કે, તમે તમારા કુખ્યાત આતંકીઓને જેલમાં બંધ કરો અને તમારા આતંકીઓને કાશ્મીર મોકલવાનુ બંધ કરો.’ આ બાંગ્લાદેશીઓએ કહ્યુ કે, ‘કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરનાર પાકિસ્તાને, બલુચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનો પણ જવાબ આપવો જોઇએ.’
ઇમરાને કહ્યુ- ‘હું દરેક મંચ પરથી કાશ્મીરીજનોનો અવાજ ઉઠાવિશ.’
પાકિસ્તાનના કબજા હેઠળના ગુલામ કાશ્મીરના કોટલી શહેરમાં, એક જાહેર સભાને સંબોધન કરતાં ઇમરાન ખાને કહ્યુ હતુ કે, “જેટલુ પણ બનશે તેટલુ હું દરેક મંચ પરથી કાશ્મીરીજનોનો અવાજ ઉઠાવીશ. પછી ભલે તે સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વના નેતા અથવા યુરોપિયન યુનિયન હોય.'”તેમણે અમેરિકી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દો હલ કરવા માટે ત્રણ વખત કહ્યુ હતુ.