કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ ૨૦૨૦-૨૧માં મહારાષ્ટ્ર અને ગોવાને પાછળ રાખીને ગુજરાત નંબર ૧ પર આવ્યું. દેશના મોટા ૨૦ રાજ્યોના ૧૦ અલગ અલગ સેક્ટરમાં ૫૮ ઈન્ડિકેટર્સના આધારે આ રેન્કિંગ અપાયા છે. કેન્દ્રની મોદી સરકારે રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીનો વ્યાપ વધે તે માટે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સની શરૂઆત કરી હતી. આ વર્ષે ગુજરાતે પોતાના પરફોર્મન્સ માં ૧૨.૩ % નો વધારો કર્યો હતો.
ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી થાય છે, તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દેશના લોકો લાંબા સમયથી સુશાસનની રાહ જાેઈ રહ્યા હતા, જે કેન્દ્રની મોદી સરકારે કરી બતાવી છે.
૨૦૧૪ બાદ લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. મોદી સરકારે શરૂ કરેલા વિકાસકાર્યોનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. ગુજરાતે બીજા ૫ સેક્ટર્સમાં પોતાના પરફોર્મન્સને સુધાર્યું પણ છે, જેના કારણે ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાત નંબર ૧ રહ્યું. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ, જયુડિશિયરી એન્ડ પબ્લિક સેફ્ટીમાં ગુજરાતે ગત વર્ષ કરતા પોતાનું પરફોર્મન્સ સુધાર્યું છે. આમ કોરોનાકાળના વિપરીત સંજાેગો છતાં ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ગુજરાત મોડલ છવાયેલું જાેવા મળ્યું. ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારે આ ટીમ ગુજરાતને આ માટે અભિનંદન આપ્યા હતા, તો સાથે જ આ પર્ફોર્મન્સને પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલની કાર્યદક્ષતા અને જમીન પર કરી બતાવેલી કામગીરીનું પરિણામ ગણાવી હતી.