લોકો સારામાં સારા અને સુરક્ષિત નફા માટે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ અથવા તો બેંકની ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરતા હોય છે. આ યોજનાઓમાં રોકાણકારોને જે રિટર્ન મળે છે, તે ગેરેન્ટીંડ હોય છે. પોસ્ટ ઓફિસ અને બેંક ઉપરાંત શેર બજારમાં રોકાણનો આ વિકલ્પ છે. જેમાં રિટર્નની કોઈ મર્યાદા નથી. અહીં લાંબા સમયના રોકાણ માટે અન્ય કેટલાય વિકલ્પોમાંથી સારામાં સારૂ રિટર્ન મળવાની સંભાવના છે. ટાટા ગ્રુપની બે કંપનીઓ શેરમાં એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી દે છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં રોકાણકારોને જેટલી કમાણી થઈ છે. તેટલો નફો કમાતા એફડી જેવા કોઈ પણ વિકલ્પથી કમાતા આપને કેટલાય વર્ષો લાગી જશે.
સ્ટોક માર્કેટમાં રોકાણ એ એક એવી નફો છે, જેમાં રોકાણ કરવાથી આપને થોડા વર્ષોમાં જ કેટલાય ગણો નફો મળી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અમુક એવા શેર બજારમાં છે, જેણે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યા છે. જો કે, શેર બજારમાં રોકાણ જોખમ ભર્યુ અને આપને તેમાંથી કોઈ એક્સપર્ટ અથવા ફાઈનાન્સિયલ પ્લાનરની આ સલાહ પર રોકાણ કરવુ જોઈએ.
ટાટા કોમ્યુનિકેશનના શેરમાં મળ્યુ બમ્પર રિટર્ન
ટાટા ગ્રુપની ટાટા કમ્યુનિકેશન અને ટાટા મોટર્સના રોકાણકરોને બમ્પર રિટર્ન આપ્યુ છે. ટાટા કમ્યુનિકેશનને શેરનો ભાવ 1045 રૂપિયા છે. જ્યારે ગત ફેબ્રુઆરીમાં તે 388.60 રૂપિયા ચાલી રહ્યુ હતું. આ હિસાબે કંપનીને 168 ટકા રિટર્ન આપ્યું. જો કોઈ રોકાણકારોને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે, તો તેની રકમ એક વર્ષમાં વધીને 2.68 લાખ રૂપિયા થઈ જશે.
ટાટા મોર્ટસે કર્યા માલામાલ, 1 લાખ બની ગયા 5 લાખ
છેલ્લા એક વર્ષમાં ટાટા મોર્ટસના શેરમાં રોકાણકારો માલામલ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં ટાટા મોર્ટસના શેરમા રોકાણકારોની સારી એવી કમાણી થઈ છે. તેટલો નફો એફડી જેવા કોઈ પણ વિકલ્પમાં કમાતા આપને કેટલાય વર્ષો લાગી જાય. માર્ચ 2020માં ટાટા મોર્ટસના શેર 63.60 રૂપિયા સુધી ગગડ્યો હતો. જ્યારે 23 ફેબ્રુઆરીના રોજ ટાટા મોર્ટસના શેર ભાવ 323 રૂપિયા છે. એટલે કે, શેરમાં રોકાણકારોને 400 ટકા ભારે ભરખમ રિટર્ન મલ્યું. તેથી જો કોઈ ટાટા મોર્ટસના શેરમાં 1 લાખ લગાવ્યા હશે, તો તેને હવે 5 લાખથી વધારે થઈ ગયા હશે.