વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરીચૌરા શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન ઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા દ્વારા કરવાના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત ટપાલ ટિકિટ પણ જારી કરવાના છે.
આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરખપુરના પૂર્વ સાંસદ યોગી આદિત્યનાથ, ગોરખપુરના સાંસદ રવિ કિશન, રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ, લોકોના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ટ્વિટર પર પોતાના વિચારો વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ” આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ચૌરી ચૌરાનું મહત્વનુ અને આગવુ સ્થાન છે. સવારે 11 વાગ્યે, ઓડિયો-વિઝ્યુઅલ મીડિયા દ્વારા ચૌરી ચૌરા શતાબ્દી સમારંભ ના ઉજવણીનુ ઉદઘાટન થશે.”
ફેબ્રુઆરી 4 ના દિવસે આ ઘટનાને 100 વર્ષ પુરા થશે. દેશની સ્વતંત્રતાની લડત માની આ ઐતિહાસિક ઘટના છે. ઉત્તર પ્રદેશ સરકારે 4 ફેબ્રુઆરી 2021 થી 4 ફેબ્રુઆરી 2022 સુધી રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં શતાબ્દી ઉજવણી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.