Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આદિપુરૂષ ફિલ્મને લઈને ભારે વિવાદ રામાનંદ સાગરની રામાયણ ટીવી પર ફરીથી દર્શાવાશે
    India

    આદિપુરૂષ ફિલ્મને લઈને ભારે વિવાદ રામાનંદ સાગરની રામાયણ ટીવી પર ફરીથી દર્શાવાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથ એક્ટર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ ચાલુ છે. ફિલ્મના વીએફએક્સને લઈને પણ મેકર્સે ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મના ડાયલોગ અને સ્ટાર્સના કોસ્ટ્યૂમ પણ વિવાદમાં રહ્યા છે. રાવણનું લુક પણ વિવાદમાં રહ્યું છે. વધતા વિવાદ બાદ મેકર્સે ફિલ્મના ડાયલોગ પણ બદલી નાખ્યા છે. આ વચ્ચે હવે રામાનંદ સાગરની રામાયણ ફરી ચર્ચામાં આવી ગઈ છે.રામાયણ શો માં કામ કરી ચૂકેલા એક્ટર્સે પણ આદિપુરુષની ખૂબ ટિકા કરી છે. હવે આદિપુરુષના વિવાદ વચ્ચે ખબર છે કે, રામાયણને ફરી એક વખત ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. ચાહકો તેને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. અરુણ ગોવિલ અને દીપીકા ચીખલિયાના રામાયણને શેમારુ ટીવી પર રી-રન કરવામાં આવશે. રામાયણ ૩ જુલાઈથી ૭ઃ૩૦ વાગ્યે ઓન એર થશે. શેમારુ ટીવીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યુ કે, બધા પ્રિય દર્શકો માટે અમે લઈને આવી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ પૌરાણિક ધારાવાહિક ‘રામાયણ’. જુઓ રામાયણ ૩ જુલાઈથી સાંજે ૭ઃ૩૦ વાગ્યે શેમરૂ ટીવીપર.
    રામાનંદ સાગરની આ ઐતિહાસિક રામાયણ ૧૯૮૭માં આવી હતી. તે સમયે રામાયણ ખૂબ જ લોકપ્રિય બની હતી. રામાયણ જાેવા માટે રસ્તાઓ પર ભીડ જામતી હતી. શોમાં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને દીપિકા ચીખલિયાએ માતા સીતાની ભૂમિકા ભજવી હતી. બંને સ્ટાર્સને દેવતાની જેમ પૂજા કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે દીપિકા મિથિલા ગઈ હતી ત્યારે તેને દીકરીની જેમ વિદાય આપવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.