રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને રાતભર વરસાદ ચાલુ રહ્યો છે,અને આજે રવિવાર રાજ્યમાં ધોધમાર વરસાદ ની આગાહી ને પગલે એલર્ટ અપાયું છે.
આજે સન્ડે ના રોજ વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના સતલાસણા તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા ના વાવડ છે આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ શહેરમાં શનિવારે મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે અને વરસાદ ની ઝડપ વધી છે અહીં ના બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વેજલપુર, સરખેજ, ગોતા, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ, ન્યુ રાણીપ , ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, વટવા, જમાલપુર, ઇસનપુર સહિતના વિસ્તારમાં રાત થઈ લઈ સવારના સમયે પણ સતત વરસાદ ચાલુ છે.
આ હવામાન વિભાગ ની આગાહી ને જોતા આજે રવિવારને 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ તથા દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેમાં પણ રવિવારે ગુજરાત માં ભારેથી અતિભારે વરસાદ ની સર્જાવા ની સંભવિત સ્થિતિ અને આગાહીના આધારે આઈએમડી દ્વારા ગુજરાતના તમામ વિસ્તારો સહિત આખા રાજ્યને રવિવાર ના દિવસે ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે અને સતત મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે.